ગાયન સિવાય લતા મંગેશકર (Lata Mangeshkar) ને ક્રિકેટ (Cricket) માં પણ ખૂબ રસ હતો. તેઓ ફ્રી ટાઈમમાં તેની મનપસંદ મેચ ક્રિકેટ જોવાનું પસંદ કરતા હતા. Lata Mangeshkar 1983માં લોર્ડ્સમાં આયોજિત શાનદાર વર્લ્ડ ક્રિકેટ કપની જીતના પણ સાક્ષી હતા. આના પરથી તમે સમજી શકો છો કે તેને ક્રિકેટ કેટલી હદે પસંદ છે. તેમણે ભારતીય ક્રિકેટ ટીમને પ્રોત્સાહિત કરી હતી અને મેચની રોમાંચક ક્ષણોમાં તણાવમાં પણ આવી ગયા હતા. આવો, ક્રિકેટ અને સુરની વર્ષો જૂની પ્રેમ કહાની જણાવીએ.
ભારતની પ્રસિદ્ધ ગાયોકા Lata Mangeshkar પોતે પ્રેક્ષકો સાથે બેસીને તાળીયો પાડતા 1983નાં રોમાંચક પળો પણ જીવ્યા હતા. બીબીસીને આપેલા ઈન્ટરવ્યુમાં લતાએ કહ્યું હતું કે, ‘ટેન્શનથી ભરેલું વાતાવરણ હતું, પરંતુ જેમ જેમ મેચનો છેલ્લો રાઉન્ડ આવવા લાગ્યો, મને ભારતની જીતનો પૂરો વિશ્વાસ હતો. જોકે, ક્રિકેટમાં મેચ ક્યારે વળાંક આવે તે અંગે કંઈ કહી શકાય નહીં.
તણાવ છતાં ભારતીય ટીમને જીતનો વિશ્વાસ હતો
Lata Mangeshkar એ કહ્યું હતું કે ‘મેચ પહેલા આખી ક્રિકેટ ટીમ મને મળી હતી. દરેક ક્રિકેટર કહેતા હતા કે અમે મેચ જીતીશું. મને યાદ છે કે મેં તેને પૂછ્યું પણ હતું કે તમે લોકો શું વિચારો છો. ટીમે પૂરા આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું કે, તેઓ જીતશે અને જીતીને ઈતિહાસ રચશે, તે મોટી વાત હતી. લતાજીએ આગળ કહ્યું કે, જ્યારે ટીમ મેચ જીતી ત્યારે ક્રિકેટ બોર્ડ પાસે પૈસા નહોતા તેથી એક ખાસ કોન્સર્ટ કર્યો.
લતાએ કોન્સર્ટમાંથી ક્રિકેટ બોર્ડ માટે પૈસા ભેગા કર્યા હતા
લતા મંગેશકરે જણાવ્યું હતું કે 1983માં તેઓ રજાઓ માણવા લંડન ગયા હતા. લંડનમાં હું એનકેપી સાલ્વે સાહેબને મળ્યા હતા. જ્યારે ભારતીય ટીમ જીતી ત્યારે તેઓએ મને કહ્યું કે, તેઓ આ શાનદાર જીત પર એક મોટો કાર્યક્રમ કરવા માંગે છે, શું તમે તે કાર્યક્રમ કરશો, મેં કહ્યું હું ચોક્કસ કરીશ. 17મી ઓગસ્ટે હું દિલ્હી પહોચી અને મેં એક ખાસ શો કર્યો. આ શોમાં મુકેશ ભૈયાના પુત્ર નીતિન મુકેશ અને સુરેશ વાડેકરે પણ સપોર્ટ કર્યો હતો. તે શોમાં રાજીવ ગાંધી પણ હાજર હતા.
કોન્સર્ટમાં ક્રિકેટરોએ ગીતો પણ ગાયા હતા
લતાજીએ કહ્યું હતું કે, ‘ખૂબ મોટો અને સારો શો થયો હતો. સૌથી સારી વાત એ હતી કે, મારા ભાઈએ જે ગીત કમ્પોઝ કર્યું હતું તે તમામ ક્રિકેટ ખેલાડીઓએ સાથે મળીને ગાયું હતું. આ કોન્સર્ટ આ ગીત સાથે સમાપ્ત થયો અને રસપ્રદ વાત એ છે કે ક્રિકેટના મેદાનમાં બેટ અને બોલનો કરિશ્મા દેખાડનારા ઘણા ક્રિકેટરો પણ ખૂબ જ સારું ગાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.