લતાજીને જયારે ધીમું ઝેર આપવામાં આવ્યું હતું ત્યારે સતત 3 મહિના સુધી હતા પથારીવશ- જાણો દર્દનાક કહાની

સ્વરા કોકિલા લતા મંગેશકર(Lata Mangeshkar) વિશે કહેવાય છે કે જ્યારે તે 33 વર્ષના હતા ત્યારે કોઈએ તેમને ઝેર(Poison) આપીને મારવાનો પ્રયાસ કર્યો હતો. એકવાર Lata Mangeshkar એ પોતે આ વાતનો ખુલાસો કર્યો હતો. તેમણે એક વાતચીતમાં કહ્યું હતું કે, “અમે Lata Mangeshkar આ વિશે વાત કરતા નથી કારણ કે, તે અમારા જીવનનો સૌથી ભયંકર તબક્કો હતો. મને એટલી નબળાઈ લાગવા લાગી કે હું પથારીમાંથી માંડ માંડ ઊઠી શકી અને ચાલી પણ શકી નહી.”

લતાજી ત્રણ મહિના પથારી પર હતા
Lata Mangeshkar ના કહેવા પ્રમાણે, સારવાર બાદ તે ધીરે ધીરે સ્વસ્થ થઈ ગયા. તેઓ કહે છે, “એ વાતની પુષ્ટિ થઈ કે મને સ્લો પોઈઝનીંગ આપવામાં આવ્યું હતું. ત્રણ મહિનાના બેડ રેસ્ટ પછી, હું ફરીથી રેકોર્ડ કરવામાં સક્ષમ થઈ.”

હેમંત કુમાર રેકોર્ડિંગ પર લાવ્યા
સ્વસ્થ થયા પછી, લતાજીનું પહેલું ગીત ‘કહીં દીપ જલે કહીં દિલ’ હેમંત કુમારે કમ્પોઝ કર્યું હતું. Lata Mangeshkar કહે છે, “હેમંત દા ઘરે આવ્યા અને રેકોર્ડિંગ માટે મારા માતાની પરવાનગી લીધી. તેમણે માતાને વચન આપ્યું કે જો મારામાં તણાવના કોઈ લક્ષણો દેખાય તો તેઓ મને તરત જ ઘરે મૂકી જશે. સદભાગ્યે રેકોર્ડિંગ સારું થયું. મેં મારો અવાજ ગુમાવ્યો ન હતો. લતાજીના આ ગીતે ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો.

રિકવરીમાં મજરૂહ સાહેબની મહત્વની ભૂમિકા
લતા મંગેશકરના જણાવ્યા અનુસાર, તેમની રિકવરીમાં મજરૂહ સુલતાનપુરીની મહત્વની ભૂમિકા હતી. તેઓ કહે છે, “મજરૂહ સાહેબ દરરોજ સાંજે ઘરે આવતા અને મારા હૃદયને ખુશ કરવા માટે મારી બાજુમાં બેસીને કવિતાઓ સંભળાવતા. તેઓ દિવસ-રાત વ્યસ્ત રહેતા અને તેમને ભાગ્યે જ સૂવાનો સમય મળતો, પરંતુ મારી માંદગી દરમિયાન તેઓ દરરોજ આવતા. તે રાત્રિભોજન માટે મારા માટે તૈયાર કરેલો સાદો ખોરાક પણ ખાતા અને મને સાથ આપતા. જો મજરૂહ સાહબ ન હોત તો હું તે મુશ્કેલ સમયને પાર કરી શકી ન હોત.”

જ્યારે લતાજીને પૂછવામાં આવ્યું કે ક્યારે ખબર પડી કે તેમને કોણે ઝેર આપ્યું છે? તો તેણે જવાબ આપ્યો, “હા, મને ખબર પડી, પરંતુ અમે કોઈ કાર્યવાહી કરી નથી કારણ કે અમારી પાસે તે વ્યક્તિ વિરુદ્ધ કોઈ પુરાવા નથી.”

ડૉક્ટરોએ ક્યારેય ગાવા પર શંકા કરી નથી
બોલિવૂડ હંગામાના અહેવાલ અનુસાર, જ્યારે લતાજીને પૂછવામાં આવ્યું કે શું તે સાચું છે કે ડૉક્ટરોએ તેમને કહ્યું હતું કે તે હવે ક્યારેય ગાશે નહીં? તો તેના જવાબમાં તેમણે કહ્યું, “તે સાચું નથી. આ એક કાલ્પનિક વાત છે. ડૉક્ટરે મને કહ્યું ન હતું કે હું ક્યારેય ગાવા માટે સક્ષમ નથી. અમારા ફેમિલી ડૉક્ટર આર.પી. કપૂરે પણ મને કહ્યું કે, તે મને સાજી કરીને રહેશે, પરંતુ હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ ગેરસમજ છેલ્લા કેટલાક વર્ષોમાં થઈ છે. મેં મારો અવાજ ગુમાવ્યો નથી.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *