પંજાબ પોલીસમાં સિંઘમના નામથી પ્રચલિત ડીએસપી અતુલ સોની પર હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એક્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. સોની પર આરોપ છે કે તેણે તેની પત્ની ઉપર ગોળી ચલાવી છે. આ ઘટના શનિવાર રાતની છે.
અતુલ સોની શનિવારે મોડી રાત્રે એક પાર્ટીમાંથી ઘરે આવ્યા હતા. મોડી રાત્રે ઘરે પહોંચ્યા બાદ ઊંઘમાં હોવાને કારણે પત્નીએ ઘરનો દરવાજો મોડેથી ખોલ્યો.
આ વાતથી ડીએસપી સોની ને એટલો ગુસ્સો આવી ગયો કે પત્ની ઉપર ગોળી ચલાવી દીધી. જોકે ગોળી પત્નીને વાગી નહીં. હુમલા બાદ ડીએસપીની પત્ની મોહાલી ના પોલીસ સ્ટેશન આઠ ફેસ પહોંચી. અને તેના વિરુદ્ધ ફરિયાદ કરી. પોલીસે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે.
અતુલ સોનીએ પોતાની સર્વિસ રિવોલ્વર નહીં પરંતુ બિનકાયદેસર રિવોલ્વરથી ગોળી ચલાવી. અતુલ સોનીની પત્નીએ પંજાબ પોલીસને ઘટનામાં ઉપયોગમાં લેવાયેલ કારતૂસ નું ખાલી સેલ આપી દીધું છે. અતુલ સોની હાલ ફરાર છે.
મૂળ ચંદીગઢના ૫૦ વર્ષના ડીસીપી અતુલ સોની 1992માં સબ ઇન્સ્પેક્ટર ના રૂપે પંજાબ પોલીસ માં જોડાયા હતા. 2018માં તે ડીસીપી બન્યા.અતુલ સોની ત્રણ વખત ઇન્ટરનેશનલ હેન્ડબોલ ટુર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે.
અતુલ સોની પંજાબ પોલીસના a8 પોલીસ ઓફિસર માં સામેલ છે જે સંયુક્ત રાષ્ટ્રસંઘના શાંતિ મિશન માટે 2006માં કોસોવો માં ગયા હતા. તેમના ઉપર પંજાબી માં એક ફિલ્મ “બેખોફ જુર્મ” બની ચૂકી છે.
અતુલ સોની સાથે ઘણી કોન્ટ્રોવર્સી પણ જોડાયેલી છે. તેમને એરપોર્ટ પર બંદૂકની ગોળીઓ ગેરકાયદે લાવવા માટે ગિરફતાર કરવામાં આવ્યા હતા. તેમજ એક કિડનેપિંગ ના કેસમાં પણ તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.