પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ કેટલાંક કાર્યો કરતાં રહેતાં હોય છે. તેઓ ગુજરાતનાં સૌપ્રથમ મહિલા મુખ્યમંત્રી રહી ચુક્યા છે ત્યારે હાલમાં એમને લઈ એક સમાચાર સામે આવી રહ્યાં છે. મધ્યપ્રદેશમાં લવ જેહાદ કાયદાની વિરૂદ્ધ કાયદો શનિવારે અમલી બની ગયો હતો.
તે સંબંધિત ધર્મ સ્વાતંત્ર્ય કાનુન વર્ષ 2020ને રાજ્યપાલની પરવાનગીનાં 48 કલાકમાં પ્રદેશ વહીવટનાં ગૃહ વિભાગ દ્વારા નોટિફિકેશન જાહેર કરીને શનિવારે ગેઝેટ નોટિફિકેશન થતાંની સાથે કાયદાની તમામ જોગવાઇઓ અમલી બની ગઇ છે. રાજ્યપાલ આનંદીબેન પટેલે ગુરૂવારનાં રોજ વટહુકમ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાં.
મધ્યપ્રદેશ પહેલા ઉત્તરપ્રદેશમાં લવજેહાદનો કાયદો અમલી બની ચુક્યો છે. રસપ્રદ બાબત તો એ છે કે, બંને રાજ્યોમાં એક જ રાજ્યપાલનાં હસ્તાક્ષરથી જ આ કાયદાનું અમલીકરણ કરવામાં આવ્યું છે. 26 નવેમ્બરે રાજ્યપાલ આનંદીબેન પટેલે ઉત્તરપ્રદેશમાં આ સંબંધીત વટહુકમને પરવાનગી આપી દેવામાં આવી હતી.
7 જાન્યુઆરીએ મધ્યપ્રદેશનાં ધર્મ સ્વાતંત્ર્ય વટહુકમ વર્ષ 2020ને પણ પરવાનગી આપી દેવામાં આવી હતી. ધર્મ સ્વાતંત્ર્ય કાનુન વર્ષ 2020ને વિધાનસભાનાં શિયાળુ સત્રમાં રજુ કરવામાં આવ્યું હતુ પણ તેનાથી રદ્દ થવાને લીધે વટહુકમનાં દ્વારા કાયદો લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આગામી 6 મહિનામાં સરકારને આ વટહુકમને વિધાનસભામાંથી પસાર કરવો પડશે. શિવરાજ સરકાર દ્વારા ગત 29 ડિસેમ્બરનાં રોજ કેબિનેટની મીટીંગમાં વટહુકમનાં ડ્રાફ્ટને પરવાનગી આપવામાં આવી હતી, વટહુકમમાં લાલચ, ફોસલાવી, બળજબરીપુર્વક અથવા ધર્માત્તરણ કરાવીને લગ્ન કરાવવા માટે 10 વર્ષ સુધીની સજાની જોગવાઇ કરવામાં આવી છે. આની સાથે જ 1 લખન દંડની જોગવાઈ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle