જમીન પર આળોટી-આળોટી મહિલાએ કર્યો ‘ડાન્સ’ – વિડીયો જોઈ કોઈએ લખ્યું ‘દારૂ પીને હાથીએ મચાવ્યો આતંક’

લગ્ન (Marriage)માં તમને દરેક પ્રકારના લોકો જોવા મળશે. ખાસ કરીને લગ્નના દિવસે ડાન્સ(Dance) ફ્લોર પર તમને આવા ખતરનાક ડાન્સર્સ જોવા મળશે, જેની તમે કલ્પના પણ…

લગ્ન (Marriage)માં તમને દરેક પ્રકારના લોકો જોવા મળશે. ખાસ કરીને લગ્નના દિવસે ડાન્સ(Dance) ફ્લોર પર તમને આવા ખતરનાક ડાન્સર્સ જોવા મળશે, જેની તમે કલ્પના પણ નહીં કરી શકો. ખાસ કરીને ભારતીય મહિલાઓ લગ્નના દિવસે ખુલ્લેઆમ ડાન્સ કરતી જોવા મળે છે. કેટલીક મહિલાઓ ક્યારેક એવો ડાન્સ કરે છે, જેની સામે બધા નિષ્ફળ જાય છે. આવો જ એક ખૂબ જ ફની ડાન્સ વીડિયો હાલ ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો ખુબ જ હસી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વિડિયો પર ખુબ જ પ્રેમ વરસાવી રહ્યા છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ડાન્સ ફ્લોર પર એક મહિલા જમીન પર પડીને ડાન્સ કરી રહી છે. વીડિયોમાં તે ‘દો ખુંટ પીલા દે સાકિયા’ ગીત પર ડાન્સ કરતી જોઈ શકાય છે. વીડિયોમાં તે જે રીતે હાથમાં બોટલ પકડીને દારૂડિયાની જેમ વર્તી રહી છે તે જોઈને લોકો પોતાના હાસ્યને નિયંત્રિત કરી શકતા નથી. મહિલા સ્ટેજ પર પડેલી અને ફુલ મૂડ સાથે ડાન્સ કરતી જોવા મળે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યૂઝ મળી ચૂક્યા છે. આ અંગે લોકો પોતાની ફની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

વીડિયો પર કોમેન્ટ કરતાં એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, “આંટી કાંડ કર ગયી”. તો અન્ય એક યુઝરે લખ્યું, “આંટી કો કોઈ ઉઠાઓ ભાઈ”. તો ત્યાં અન્ય એક યુઝરે લખ્યું કે, લોકો આટલી હિંમત ક્યાંથી લાવે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલીક અન્ય મહિલાઓ પણ મહિલાને ડાન્સ ફ્લોર પરથી ઉપાડવા આવે છે, પરંતુ આ આંટી પણ છે જે ઉઠવાનું નામ નથી લઈ રહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *