જાણો કેવી રીતે બન્યું શ્રી પશુપતિનાથ જ્યોતિર્લિંગ – ભાગ્યશાળી માણસો જ કરી શકે છે આ મહાદેવના દર્શન

પશુપતિનાથ મંદિર(Pashupatinath Temple) નેપાળ (Nepal)ની રાજધાની કાઠમંડુ(Kathmandu) ખીણના પૂર્વ ભાગમાં બાગમતી નદી (Bagmati river)ના કિનારે સ્થિત એક પ્રખ્યાત અને પવિત્ર હિંદુ મંદિર છે. શ્રી પશુપતિનાથ મંદિર હિંદુ ધર્મના 8 પવિત્ર સ્થાનોમાંથી એક છે. શ્રી પશુપતિનાથ મંદિર લગભગ 1 મીટર ઊંચા ચબુતરા પર બનેલું છે. જ્યાં મંદિરના ચારેય દિશામાં શ્રી પશુપતિનાથના 4 દરવાજા છે, આ મંદિરની ઉત્પત્તિનું રહસ્ય નીચે મુજબ છે.

પૌરાણિક કથાઓ અનુસાર, સતયુગમાં ભગવાન શંકર અને માતા પાર્વતી પૃથ્વીની યાત્રા કરતા બાગમતી નદીના કિનારે પહોંચ્યા. ત્યાના પર્યાવરણથી પ્રસન્ન થઈને ભગવાન શિવ અને માતા પાર્વતી હરણનું રૂપ ધારણ કરી યાત્રા શરૂ કરી. જ્યારે ભગવાન શિવ કૈલાસ પર ન મળ્યા, ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને અન્ય દેવતાઓ, તેમને શોધતા શોધતા આ સ્થાન પર પહોંચ્યા અને સમૂહમાં ફરતા ભગવાન શિવને કૈલાસ પાછા આવવા વિનંતી કરી. પરંતુ લોક કલ્યાણની વાતો કરતા ભગવાન શિવ ત્યાંથી ન ગયા.

તેથી પ્રાણી સ્વરૂપે ભટકવાને કારણે ભગવાનનું નામ શ્રી પશુપતિનાથ પડ્યું. ભગવાન શંકરે કહ્યું કે જેઓ અહીં પશુપતિ લિંગના દર્શન કરશે તેમને ક્યારેય પ્રાણીની યોનિમાં જન્મ લેવો પડશે નહીં, આ રીતે ભગવાન શિવ અહીં જ્યોતિર્લિંગમાં બિરાજમાન થઈ ગયા. બાદમાં ભગવાન વિષ્ણુએ શ્રી પશુપતિનાથ લિંગ પર નીલમણી પાંચમુખી લિંગ બનાવીને ઢાંકી દીધું. આ રીતે ભગવાન શિવનું આ લિંગ બની ગયું. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે જે લોકો આ પશુપતિનાથ લિંગના દર્શન કરે છે, તેઓ શિવ લોકને પ્રાપ્ત કરે છે. શ્રી પશુપતીનાથ મંદિરને ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંથી એક શ્રી કેદારનાથનો અડધો હિસ્સો માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *