ડાબી તરફ પડખું ફરીને સૂવાથી થાય છે આશ્ચર્યજનક ફાયદાઓ- જાણો અહીં

આખી રાત એક જ બાજુ પડખું ફરીને સૂવું એ સંભવ નથી હોતું. પરંતુ આપણે જે પણ બાજુ પડખું ફરીને સૂઈ જઈએ છીએ તેની અસર ફક્ત આપણા અંગો પર નહીં પરંતુ મગજ ઉપર પણ પડે છે. નિષ્ણાંતોનું માનવું છે કે આ ડાબી બાજુ સૂવાથી શરીર પર સારો પ્રભાવ પડે છે. ડાબી બાજુ પડખું ફરીને સૂવાથી લોહીનો સંચાર સારી રીતે થાય છે, જેના લીધે ઊંઘ સારી આવે છે. તેની સાથે-સાથે હૃદયના રોગ, પેટ સંબંધી ખરાબી,થાક, પેટનું ફૂલવું તથા અન્ય શારીરિક સમસ્યાઓનું સમાધાન થઇ જાય છે.

સારી ઊંઘ આવવી : એક શોધમાં જણાવેલ રિપોર્ટ અનુસાર ડાબી તરફ પડખું ફરીને સૂવાથી મગજ ની બધી જ ગંદકી દૂર થઈ જાય છે. તમે દરરોજ સવારે પોતાને સ્વાસ્થ મહેસૂસ કરો છો. તેના લીધે પીઠના હાડકા અને પીઠ માં દુખાવામાં પણ આરામ મળે છે. ડાબી તરફ પડખું ફરીને સુતા લોકો ખુશખુશાલ અને સકારાત્મક જીવન જીવે છે. જો તમને અસ્થમાની પરેશાની હોય તો પણ ડાબી તરફ પડખું ફરીને સૂવાથી તમને રાહત મળશે.

પાચનશક્તિમાં સુધારો : સારી ઊંઘ થવાથી પેટ સાથે જોડાયેલી સમસ્યા દૂર થાય છે. ડાબી તરફ પડખું ફરીને સૂવાથી ખાવાનું પચવામાં આસાની રહે છે. ખાવા માં આવેલ ભોજન આરામથી પેટમાંથી થઈને નીચે પહોંચે છે અને એકદમ આરામથી ભોજનનું પાચન થઈ જાય છે. જે લોકોને પાચનમાં ગરબડ રહેતી હોય તેઓને ડોક્ટર ડાબી બાજુ પડખું ફરીને સુવાની સલાહ આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *