ચાઈના પણ બોલી ઉઠ્યું કોરોનાની દવા- રસી બનાવવાની તાકાત માત્ર ભારત દેશ પાસે- જાણો વધુ

કોરોનાવાયરસની વેક્સિન સૌથી પહેલા બનાવવાને લઇને આખી દુનિયામાં જબરદસ્ત પ્રતિસ્પર્ધા ચાલી રહી છે. દરેક દેશ સૌથી પહેલા વેક્સિન બનાવી બજારમાં ઉતારી દેવા માંગે છે.આ વચ્ચે…

કોરોનાવાયરસની વેક્સિન સૌથી પહેલા બનાવવાને લઇને આખી દુનિયામાં જબરદસ્ત પ્રતિસ્પર્ધા ચાલી રહી છે. દરેક દેશ સૌથી પહેલા વેક્સિન બનાવી બજારમાં ઉતારી દેવા માંગે છે.આ વચ્ચે સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે જો ઓક્સફર્ડ યુનિવર્સિટીના ઇન્સ્ટિટયૂટ ની બનાવેલી વેક્સિન ટ્રાયલમાં સફળ રહે છે તો કંપની મોટી માત્રામાં ડોઝ બનાવવાની શરૂઆત કરશે.

કંપનીએ કહ્યું કે જો બધું બરાબર રહ્યું તો ઓક્ટોબર સુધી કોરોનાવાયરસ વેક્સિનના લાખો ડોસેજ બજારમાં આવી જશે.જણાવી દઈએ કે સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા અલગ અલગ વેક્સિનના ઉત્પાદનની માત્રા અને વેચાણની મામલે દુનિયાની સૌથી મોટી કંપની છે. તેમજ હાલમાં અમેરિકાએ પણ જણાવ્યું છે કે ભારત સાથે મળીને વૈશ્વિક મહામારી સામે લડવા માટે વેક્સિન બનાવવામાં કામ કરી રહ્યા છે.

ઓછી કિંમત અને વધારે ઉત્પાદન ભારત ની ખાસિયત

કોરોનાવાયરસ વેક્સિન બનાવવા માટે કેટલાક દેશો ભારતની સાથે ભાગીદારી કરવાને લઈને વધતી ઉત્સુકતા નું કારણ સમજવા માટે પહેલા દેશમાં વેક્સિન મેન્યુફેક્ચરિંગ સેન્ટર વિશે જાણવું જરૂરી છે. ઘણા ઓછા લોકોને ભારતની વેક્સિન ઉત્પાદન ક્ષમતા વિશે જાણકારી હશે તો અમે જણાવી દઈએ કે દેશ આ મામલે ખૂબ પ્રતિસ્પર્ધામાં છે. આખી દુનિયામાં ભારતની વેક્સિન ઉત્પાદન ક્ષમતા ખૂબ વધારે છે.

કોઈ પણ દેશ પૂરી નથી કરી શકતો ભારતની વેક્સિનની માંગ

ભારતને વેક્સિન મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પોતાની ક્ષમતાઓના કારણે વેક્સિન ઉત્પાદનના મામલામાં ખૂબ ફાયદો મળશે.કમ સે કમ ભારત પોતાની મોટી વસ્તીની જરૂરિયાતને પૂરી કરવા માટે ફરી આપતા ઉત્પાદન કરવામાં સક્ષમ છે. વિચારો કે ભારતમાં વેક્સિન માટે બીજા દેશો પર નિર્ભર થવું પડે હોય તો શું થાય? Global ટાઈમ્સના રિપોર્ટ અનુસાર દુનિયાના કોઇ પણ દેશ ઓછા સમયમાં ભારતની માગણી પૂરી કરવામાં સક્ષમ નથી.

ચીને કહ્યું છે કે અમને એ જોઈને ખુશી છે કે ભારત કોરોનાવાયરસની વેક્સિનને બનાવવાને લઇને દુનિયામાં ઘણા દેશો સાથે સહયોગ વધારી રહ્યો છે.ભારતના બહાને ચીનએ અમેરિકી નેતાઓને પણ આડે હાથે લીધા છે, જેના પર વેક્સિન જમા ખોરીનો આરોપ લગાવી રહ્યા છે. ચીને કહ્યું છે કે તેમના આરોપો આધારહીન છે.ચીન ક્યારે પણ વેક્સિનના ઉત્પાદનમાં એકાધિકારની ઈચ્છા નથી રાખતો. આખી દુનિયા આ સંકટ સામે ઝઝૂમી રહી છે. હવે આ વેક્સિન બનાવવું વ્યવસાયિક ની જગ્યાએ માનવતાનો મુદ્દો થઈ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *