હિન્દુ ધર્મમાં સ્વસ્તિક ચિહ્નનને ખુબ જ શુભ માનવામા આવે છે. કોઈપણ શુભ કામ કરતા પહેલા સ્વસ્તિકનું નિશાન બનાવવાની આપણા હિન્દુ ધર્મમાં પરંપરા છે.આ સિવાય સ્વસ્તિક જૈન અને બૌદ્ધ ધર્મમાં પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સ્વસ્તિક વિઘ્નહર્તા શ્રી ગણેશ નું પ્રતિક ચિહ્ન છે.કોઈપણ કામ ને કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા ની સાથે સ્વસ્તિક બનાવવામાં આવે છે.
સ્વસ્તિક માં બનેલી ચારેય રેખાઓને લઈને અલગ અલગ અવધારણા છે. કેટલાક લોકો માને છે કે સ્વસ્તિક માં બનેલી ચારેય રેખાઓ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ તરફ ઇશારો કરે છે. કેટલાક લોકો માને છે કે આ ચાર રેખાઓ ચાર વેદ નું પ્રતીક છે.
વાસ્તુદોષ ને દૂર કરવા માટે
સ્વસ્તિક નું નિશાન જો મુખ્ય દ્વાર પર બનાવવામા આવે તો તે વાસ્તુદોષ ને સમાપ્ત કરે છે,આ સિવાય તે ઘર ની બહાર સકારાત્મક અને દેવી શકિતઓના આકર્ષિત કરે છે.
વેપાર-ધંધાના લાભ માટે
જ્યોતિષવિદ્યા અનુસાર, વ્યાપાર-ધંધામાં થઈ રહેલા નુકસાનને ઘટાડવા માટે ઈશાન કોણમાં સતત 7 ગુરૂવાર સુધી સૂકી હળદરથી સ્વસ્તિક નું નિશાન બનાવવાથી લાભ મળે છે. જો તમે કોઈ કામમાં સફળતા મેળવવા માંગો છો તો ઘર ની ઉત્તર દિશામાં સૂકી હળદર થી સ્વસ્તિકનું નિશાન બનાવો.
ખરાબ નજર થી બચવા માટે
ઘરને ખરાબ નજરથી બચાવવા માટે કાળા રંગ નો સાથીયો કરવામાં આવે છે.માન્યતા છે કે, કાળા રંગના કોલસાથી બનેલા સ્વસ્તિક થી નકારાત્મક શક્તિ દૂર થાય છે.
નોંધ : આ લેખ ફકત વાંચકોની રુચિ ને ધ્યાનમાં રાખીને શેર કરવામાં આવ્યો છે,તેના સત્ય હોવાની અમે ખાતરી આપતા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.