કહેવામાં આવે છે કે ખૂબ પૈસા કમાવા માટે નોકરી છોડીને ધંધો કરવો જોઈએ. જમવાનું પણ સ્ટાર્ટઅપ નો છે. જો તમે નોકરી થી કંટાળી ગયા છો તો તમને અમે રસ્તો બતાવવા જઈ રહ્યા છીએ જેને થી લાખોની કમાણી થશે.
મોટી મોટી નોકરીઓ છોડીને ખેતી કરતા યુવાનો એ સાબિત કર્યું છે કે ખેતીમાં પણ ભવિષ્ય છે. યુવાનો વિદેશી પદ્ધતિનો ઉપયોગ કરીને ખેતી કરે છે જેનાથી માલા-માલ થઈ ગયા છે. ઉદાહરણ તરીકે ઇઝરાયેલ ની વિધિ પ્રમાણે બહુમાળી ઇમારતો ની દીવાલો પર ચોખા,મકાઈ,ઘઉં ની તેમજ શાકભાજી ની ખેતી થવા લાગી છે.
1) દૂધીની ખેતી :-
માત્ર એક હેક્ટર જેટલી જમીનમાં દુધીની ખેતી કરી શકો છો. 200 થી 400 દૂધીના છોડ વાવીને લાખોની કમાણી થઇ શકે છે. અમુક કંપનીઓ દૂધીના જ્યૂસમાં વચ્ચે ને ખૂબ જ કમાણી કરી રહી છે. ડાયાબિટીસથી પીડાતા લોકો પણ દૂધીના જ્યુસનું સેવન કરે છે. તમે ઈચ્છો તો દૂધી ની જગ્યાએ તેના જ્યૂસનું વેચાણ કરીને પણ કમાણી કરી શકો છો. દૂધીના બિજ ની પણ માર્કેટમાં સારી એવી કિંમત છે. તમે દૂધીના તેલનું પણ વેચાણ કરી શકો છો.
2) એલોવેરા ની ખેતી :-
એલોવેરાને પણ માર્કેટમાં ખૂબ જ સારી એવી માંગ છે. આજે એલોવેરાનો ઉપયોગ ઘણા બધા બ્યુટી પ્રોડક્ટ્સમાં પણ થઈ રહ્યો છે. તમે ઈચ્છો તો એલોવેરાની નાની એવી નર્સરી બનાવીને એલોવેરાના છોડ ઉગાડી ને પણ ખેતી કરી શકો છો. આ ઉપરાંત એલોવેરાના પાંદડાં 7 થી 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે.
3) હળદર ની ખેતી :-
હળદર પણ વ્યવસાય ખેતી માં સામેલ છે. આનો ઉપયોગ દવા અને મસાલામાં થાય છે. પાછલા કેટલાક વર્ષોથી સતત હળદર ની કિંમતમાં વધારો થતો રહ્યો છે. તમે આની ખેતી કરીને પણ લાખો કમાય શકો છો.
4) મશરૂમની ખેતી :-
મશરૂમની ખેતી કરીને પણ લોકો સારું એવું કમાઈ રહ્યા છે. આની ખેતી ઓક્ટોબર-નવેમ્બરમાં થાય છે. શહેરોમાં આરામથી મશરૂમ સાડા ત્રણસો રૂપિયા કિલો વેચાય છે. તમે રિસર્ચ સેન્ટર અને એગ્રીકલ્ચર યુનિવર્સીટી થી માહિતી લઈને આની ખેતી શીખી શકો છો.