હાલમાં ગુજરાતમાં રામ કથાના સારા એવા કલાકાર મોરારી બાપુએ છેડેલા નીલકંઠ વિવાદને સમર્થન કરતા ગુજરાતના બે એવા લેખકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહયો છે જેમાં આ બન્ને લેખકની વિચારધારાને નગ્ન કરી દેવાઈ છે. આ મેસેજ ને Trishul News સાથે કોઈ લેવા દેવા નથી.
શું #ગુજરાતમાં પણ leftist અને Fake Liberals વિચારધારા પ્રવેશી રહી છે?
લેખન વિરુદ્ધ લક્ષણ અને વાણી વિરુદ્ધ વર્તન.
Pseudo secularism
હમણાં જાણવા મળ્યું કે કાજલ ઓઝા મેડમે(એમના પુત્રે) એક વ્યક્તિ પર બદનક્ષીનો કેસ કરેલો છે…
મેડમની ફરિયાદ એવી છે કે આ વ્યક્તિએ તેમના વિરુદ્ધ ત્રણવાર પોસ્ટ કરેલી છે અને એ પોસ્ટના અમુક શબ્દો એમને વાંધાજનક લાગે છે.. અને દર વખતની જેમ આ વખતે પણ મેડમ પોતાના વ્યક્તિગત પ્રશ્નને જનરલાઈઝ કરીને આખી વાત સ્ત્રી- સન્માન પર લઇ ગયા અને બધી સ્ત્રીઓનું અપમાન થાય છે એવી વાતો કરી પોતાના ફોલોઅર્સની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કર્યો…
આ બાબતમાં કોણ સાચું કે ખોટું એ વિવાદ નથી કરવો .
અહીં કોઈનું સમર્થન કે વિરોધ માટે આ પોસ્ટ નથી પણ liberals & leftist લોકો જેવી વિચારધારા ગુજરાતમાં પણ હવે પ્રવેશી ચુકી છે..વિરોધ આ વિચારનો છે..કેમકે આ વિચારધારા ગરવી ગુજરાતને ખૂબ નુકશાન પહોંચાડી શકશે…
નીચેના શબ્દો મેડમનાજ છે (as it is)
“જો ખરેખર આપણને આપણો ધર્મ સાચો લાગતો હોય તો કોણ શુ બોલે છે એની ચિંતા કેમ થાય!? Explaination કેમ આપવા પડે!? એકાદ વિધાન આપણને હચમચાવી મૂકે તો માનવું કે આપણા પાયા હલે છે..”
તો મેડમ જો પોતે સાચાજ હોય તો કોઈ ભલેને કોઈ જે બોલે એની ચિંતા શુકામેં કરવાની, કેસ શા માટે કરવાનો!?
એકાદ બે શબ્દો જો તમને હચમચાવી નાખતા હોય તો મેડમ શુ તમારા પણ પાયા હવે હલે છે કે શું!?
(જસ્ટ પૂછું છું )
Fake Liberals & Leftist લોકો પોતાને સુધારક ગણે છે પણ એમની વાણી અને વર્તન બંનેમાં ચોખ્ખો વિરોધાભાસ જોવા મળે છે અને અંદર અંદરથી હિન્દૂ ધર્મને બની શકે એટલો બદલાવને નામે ખોખલો અને વર્ણશંકર બનાવવાનો પુરે પૂરો પ્રયાસ કરે છે.તે પોતે પોતાના ધર્મનું જ વિભાજન કરી સમાજમાં વૈમનસ્ય અને દ્વેષ ઊભો કરી નફરત જ ફેલાવશે.. મને લાગતું કે કાજલ મેડમ અલગ હશે પણ એ પણ જય વસાવડાની હરોળમાં જ આવ્યા.
આ બંને લેખકો દ્વારા જેટલું ધર્મને નુકશાન થયું છે એટલું કદાચ બીજા ધર્મના આક્રમણકારો કે આતંકવાદીઓ પણ નહીં કરી શકે.. લેખન અને લક્ષણમાં આટલો વિરોધાભાસ કેમ!!!
એક તરફ મેડમ ધર્મચાર્ય બનીને એવું બોલે છે કે ફલાણો ધર્મ આમ કરે છે એ ધર્મ ખોટો છે વળી પોતેજ બીજી પોસ્ટમાં લખે છે કે ક્યારેય ધર્મ ખોટો નથી હોતો વ્યક્તિ ખોટો હોય છે.. Ma’am…Why so confused!!!! વાચકોને લાંબો સમય મૂર્ખ ના બનાવી શકાય…
કાજલ મેડમના બેસ્ટ મિત્ર એવા જય વસાવડા એક વખત એમના લેખમાં એક સંપ્રદાયની બધી સ્ત્રીઓ માટે “વેવલી” શબ્દ જાહેરમાં વાપરેલો… અને એ સ્ત્રીઓનો વાંક એટલોજ હતો કે તે રવિવારે મંદિરમાં દર્શન અને સત્સંગ સભા માટે જતી હતી અને જયભાઈને એ ગમતું ના હતું કારણકે જયભાઈ બોલે એવુંજ થવું જોઈએ.. હવે,આ જગ્યા પર તમેજ તમારી જાતને મૂકી જોઈજો કોઈ તમારી માં બહેન કે દીકરીને આવીને કોઈ કારણ વગર જાહેરમાં ‘વેવલી’ કહી જતું રહે તો કેટલું અપમાનજનક લાગે!? આ લાખો સ્ત્રીઓનું અપમાન ના કેહવાય!? પણ ત્યારે સ્ત્રીઓના ઉદ્ધારક એવા કાજલ ઓઝા મેડમને ઝોલું આવી ગયું હશે અને વંચાયું નઇ હોય…
નીચે આપેલા ફોટોમાં કાજલ મેડમ ઇસ્લામિક નિયમ પ્રમાણેના વસ્ત્રોમાં સજ્જ દેખાય છે એ છે ઓમાનની “સુલતાન કબુસ મસ્જિદ. ”
એમની જગ્યા પર એમના નિયમોને આદર આપવો જ જોઈએ એ બરોબર છે પણ કાજલ મેડમ ને ભારતના
જ મંદિરોના નિયમો પાડવામા તકલીફ પડે છે અને તેમને ત્યાં અચાનક જ સ્ત્રીઓની ચિંતા થવા લાગે છે અને ભેદભાવ દેખાય છે…(પછી ભલેને ત્યાંની સ્ત્રીઓ મેડમના વિચારો સાથે સંમત ના હોય પણ કાજલ મેડમને કાંઈક લખવા માટે કંઈક મળી રહે એટલે મુદ્દો ઉભો કરતા હોય) આટલી હદે બેવડું વલણ કેમ કોઈ આ લેવલની વ્યક્તિ કરી શકે!?
આ બંને લેખકો સંતો કે ગુરુનો હંમેશા વિરોધ કરે છે પણ પોતે કોઈ બાપુના અંગૂઠામાં ચંદનનો ચાંદલો કરી સેવા કરે એમાં એનો કોઈ વિરોધ નથી.
જયભાઈએ એક ન્યૂઝ પેપરના આર્ટિકલમાં હાઇલાઈટ કરી લખેલું કે “હિંદુ સંસ્કૃતિ કંઈ દૂધે ધોયેલી નથી”.
અને જયભાઈ શાસ્ત્રોમાં સ્થાન ના હોય એવા કુરિવાજો શોધી શોધીને લાવ્યા અને એ પણ એવા કે જે આજના સંમયમાં સંપૂર્ણ નાબૂદ થઈ ચૂક્યા છે…
તો જયભાઈ આવું આઉટડેટેડ લખીને તમે બીજા ધર્મના લોકોને શુ સંદેશ આપવા માંગો છો!?
જય વસાવડા આમ પોતાને વેજિટેરિયન ગણાવે છે પરંતુ હમેશા નોન-વેજ ખોરાક ની તરફેણ કરતા દેખાશે..
Always “Double Standard”
તાજેતર માં થયેલા ધાર્મિક વિવાદોમાં મોરારીબાપુ પછી જો કોઈએ ગુજરાતમાં સૌથી વધુ નફરત અને ધાર્મિક અસહિષ્ણુતા ફેલાવામાં પોતાનું યોગદાન આપ્યું હોય તો એ છે કાજલ ઓઝા મેડમ અને જય વસાવડાની પોસ્ટ…
અને આ વાત ગુજરાતના લોકો પણ જાણે છે અને આ બંનેની વિવાદિત પોસ્ટના કોમેન્ટ બોક્સ માં લોકોએ આ વાત કરેલી છે…
જ્યારે બીજી તરફ લેખક “સૌરભ શાહ” પર કિન્નર આચાર્ય જેવા લોકો દબાણ કરતા હોવા છતાં એકપણ એવું વાક્ય લખ્યું નથી કે વિરોધને વેગ મળે…ઉલ્ટાનું એમણે વચ્ચે કુદી પડેલા લેખકોને ધ્યાન રાખવા સલાહ આપી અને શાંતિ માટે અપીલ કરી.
કલમનો ઉપયોગ જ્યારે કોઈના ઘર બાળવા માટે કરાય ત્યારે સમજી લેવું લેખક તેની કળાને મારી ચુક્યો છે…તે લખવાનો હક ત્યારેજ ગુમાવી બેસે છે…
અંતમાં તો એટલુંજ કહીશ કે જો તમે કલમને હાથમાં પકડો છો ત્યારે તમે કોઈ એકના સગા કે સમર્થક મટીને આખી પુરી માનવતાના સગા બનો છો પછી તમારે ગમે તેટલી કોઈ બાપુ કે કોઈપણ સાથે લાગણી હોય એમની તરફ ના ઝૂકીને તટસ્થ રહેવું પડે છે..અને કલમનો સદુપયોગ શાંતિ માટે કરવાનો હોય કે નહીં કે આગમાં ઘી ઉમેરવા…
જો એક લેખક તરીકે સમાજને નફરત અને પૂર્વગ્રહયુકત જ્ઞાન પીરસવું હોય અને તટસ્થ ન રહી શકાતું હોય તો પોતાને કલમ પકડવાનો અધિકાર જ નથી..
કંઈ વધુ કેહવાય ગયું હોય તો માફ કરજો તમારું દિલ મોટું છે એટલે માફ કરી દેશો.. પણ એકજ વિનંતી છે કે ગુજરાતની શાંતિને જાળવી રાખજો અને સમજીને કલમને ઉપયોગમાં લેજો..ગુજરાતે હંમેશા બધાને અપનાવ્યા છે દુધમાં સાકર ભળે એમ પારસી લોકોને પણ સમાવી લીધા છે એવી સુંદર ગુજરાતની સંસ્કૃતિને વિખેરી મારુ-તારું કરાવીને હાનિ ના પહોચાડશો…
I hope મારી આ પોસ્ટ બંને લેખકો સમજીને વાંચે અને ઉદ્દેશ્ય એક જ છે કે બધાને આદર આપો,પ્રેમ ફેલાવો.નફરત ફેલાવશો તો કર્મ પણ તમને એજ સામે આપશે…
(બધા લોકો પોતાના વિચારો મંતવ્યો જણાવી શકશે પણ કોઈએ અહીં કોઈ વ્યક્તિ પ્રત્યે અભદ્ર શબ્દ વાપરવા નહીં. વિરોધ વિચારનો છે વ્યક્તિનો નહીં…)
यूनान मिस्र रोम सब मिट गए जहां से
अब तक मगर है बाकी नामो निशा हमारा
कुछ बात है की हस्ती मिटती नहीं हमारी
सदियों रहा है, दुश्मन दौरे जहां हमारा
सारे जहाँ से अच्छा हिन्दोसिताँ हमारा..
જય હિન્દ
જય જય ગરવી ગુજરાત
– એક ગુજરાતી