સુરતમાં ભણતી અફઘાની છોકરીએ એવું કહ્યું કે, સાંભળી આંખો માંથી આંસુ સરી પડશે

હાલમાં અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો જમાવતાંની સાથે જ ત્યાંની પરિસ્થિતિ બહુ ખરાબ બની ગઈ છે. જેને કારણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓમાં ખૂબ જ ડરનો મોહાલ છવાયો છે. વિદ્યાર્થિનીઓએ જણાવ્યું હતું કે, અમારા બેજવાબદાર રાષ્ટ્રપતિ અમારો અફઘાનિસ્તાન દેશ છોડીને જતા રહ્યા છે. જેથી અમારી ભારત સરકારને રજૂઆત છે કે, અમને તમારી દીકરી સમજી ભારતમાં રહેવા દેજો અમને અફઘાનિસ્તાન મોકલશો તો તાલિબાનો અમારી ઇજ્જત લૂંટી લેશે.

તેણે વધુમાં જણાવ્યું કે, અમારાં માતા-પિતા ને ભાઇ-બહેનોની હાલત ખૂબ જ ખરાબ છે જેથી તેમને પણ થોડા સમય માટે ભારતમાં આશરો આપો અફઘાનિસ્તાનની સ્થિતિ સુધરશે કે તરત જ અમે અમારા દેશમાં જતા રહીશું. અહી ઉલ્લેખનીય છે કે, રવિવારે રાત્રે દસ વાગ્યે તાલિબાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર પોતાનો ઝંડો લહેરાવ્યો હતો.

વિદ્યાર્થીઓમાં પણ ડર ફેલાયો છે અને તેઓ પોતાના ઘરે જવા ઇચ્છતા નથી. વિદ્યાર્થીઓ ઇચ્છી રહ્યા છે કે, તેમના વિઝાની મુદત લંબાવવામાં આવે તો તેઓ ભારતમાં વધારે સમય સુધી રહી શકે. આ અંગે કુલપતિ ડો.કે.એન. ચાવડાએ કહ્યું હતું કે, અફઘાની વિદ્યાર્થીઓની ખાસ તકેદારી લેવામાં આવશે. 7 અફઘાની વિદ્યાર્થીઓના પરિવારને ભારતમાં લાવવા માટે સાંસદ સી.આર. પાટીલને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે.

વિદ્યાર્થિની અરેઝો રહીમએ કહ્યું, અમારું ઘર કાબુલમાં છે. જ્યાં માતા-પિતા, ભાઇ-બહેન રહે છે. મારા પિતા અફઘાનિસ્તાનની આર્મીમાં હતા. પરંતુ, તે 4 મહિના પહેલાં જ નિવૃત્ત થયા છે. જોકે, તાલિબાનોએ કાબુલ પર કબજો મેળવ્યા બાદ પિતા સંતાઇ ગયા છે. હાલ તાલિબાનો રોજ ઘરે આવી પિતાને શોધી રહ્યા છે.

તાલિબાને મારા પિતાને ધમકી આપી કે, જો તાલિબાનને જોઇન નહીં કરો તો ગોળી મારી આખા પરિવારને મારી નાખશે. જાણવા મળ્યું છે કે, તાલિબાનો ઘરમાં ઘૂસી છોકરીઓ સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે છે અને છોકરાઓને તાલિબાનમાં જોડાવવા માટે ધમકી આપી રહ્યા છે. મારી ભારત સરકારને માંગ છે કે થોડા સમય માટે અમારા પરિવારને ભારતમાં આવવા દો અને વિઝાની મુદત પણ લંબાવો.

નામ ન લખવાની શરતે વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે, મારું ઘર કાબુલમાં છે. મારા ઘરમાં 4 ભાઇ અને 5 બહેન છે. મારો ભાઇ આર્મીમાં હતો અને તેને તાલિબાને પકડી લીધો છે. તે ક્યાં છે? કઇ હાલતમાં છે? તેની મને જાણ નથી. તેણે વધુમાં જણાવ્યું કે, મારા ઘરના પરિવારના તમામ સભ્યો સંતાઈ ગયા છે. થોડા દિવસોમાં નેટવર્ક સેવા બંધ થશે. સરકાર વિઝાની મુદત લંબાવે એવી માંગ છે.

વિદ્યાર્થિની હામીદા નાસીરને કહ્યું હતું, તાલિબાનો યે અબ હમારા ઇલાકા હૈ, ચલે જાઓ કહી લોકોને ઘરમાંથી બહાર કાઢી રહ્યા છે. એકલી નીકળેલી મહિલાને કોરડો મારે છે. વિદ્યાર્થી અમુલ્લા મઝલુમિયા બહેનના લગ્ન માટે થોડા સમય પહેલાં જ અફઘનાનિસ્તાન ગયો હતો. જોકે, તાલિબાને કબજો લેતાં જ તે ત્યાં ફસાઈ ગયો હતો.

વિદ્યાર્થી ઝુમા રસુલીએ કહ્યું હતું કે, મારી પત્ની અને બે છોકરા સોમવારે કાબુલથી દિલ્હી થઈ સુરત આવવાનાં હતાં. ટિકિટ કન્ફર્મ હતી પણ કાબુલ એરપોર્ટ પર ફાયરિંગ થતાં તે બંધ થઈ ગયું હતું. જેથી મારી પત્ની અને બે બાળકો ત્યાં જ અટવાઇ ગયાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *