શતાબ્દી મહોત્સવમાં લેફ્ટનન્ટ કર્નલની અનેરી સેવા ભક્તિ, આર્મી ઓફિસર પોતાની પાયલટ દીકરી સાથે કરી રહ્યા છે આ સેવા…

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં વિશ્વભરમાંથી સ્વયંસેવકો સેવા માટે ઉમટી રહ્યા છે, જેમાં ઘણા ડોકટરો પણ છે તો ઘણા એંજીનીયરો પણ છે, ઘણા મોટા મોટા અધિકારીઓ અહીંયા ઘણા મહિનાઓથી પોતાનું કામ છોડીને સેવા કરવા માટે લાગી ગયા છે. તો સાથે દર્શનાર્થીઓ પણ મોટી સંખ્યામાં અમદાવાદ ખાતે દર્શને પધારી રહ્યા છે.

આ દરમિયાન એક એવા સ્વયં સેવકની વાત જણાવવા જઈ રહ્યા છીએ જે જાણી તમે પણ ચોકી ઉઠશો. આ સ્વંય સેવકોમાં આર્મી ઓફિસર પણ સેવામાં જોડાયા છે. જાણવા મળ્યું છે કે, ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલ તરીકે ફરજ બજાવતા ઓફિસર તેમજ તેમની દીકરી આ બંને શતાબ્દી મહોત્સવમાં સેવા આપી રહ્યાં છે.

હાલ આ શતાબ્દી મહોત્સવમાં આર્મી ઓફિસર અને તેમની દીકરી ચર્ચાનો વિષય બન્યા છે. જેમનું નામ લેફ્ટનન્ટ કર્નલ મનીષ મોદી છે. જેઓ તેમની દીકરી સાથે અહી સેવા કરી રહ્યા છે. તેઓ મૂળ અમદાવાદના વતની છે. તેમજ હાલ વડોદરામાં રહે છે. ત્યારે ખાસ વાત તો એ છે કે, શતાબ્દી મહોત્સવમાં સેવા આપવા લેફ્ટનન્ટ કર્નલ મનીષ મોદીએ સેવા માટે આર્મીમાંથી મળતી રજાઓ ન ભોગવી અને જે રજાઓ જમા થઈ તેનો ઉપયોગ શતાબ્દી મહોત્સવમાં સેવા આપવા કર્યો છે. તેઓ અહી 35 દિવસની સેવા આપી રહ્યાં છે.

તેઓ 33 વર્ષથી સેનામાં ફરજ બજાવી રહ્યાં છે. હાલ તેઓની પોસ્ટિંગ શિલોંગ મેઘાલયમાં છે. આ અંગે મનીષ મોદીએ જણાવ્યું હતું કે, બાપાની સેવા માટે હુ 10 ડિસેમ્બરથી સેવા આપી રહ્યોં છું. અહીં પીઆર ડિપાર્ટમેન્ટમાં સ્ટેજ ગેસ્ટમાં સેવા આપી રહ્યોં છું. હુ ભારતીય સેનામાં સેના વાયુ રક્ષા આર્મી યા ડિફેન્સમાં સેવા આપી રહ્યોં છુ. હુ અને મારી પત્ની અને દીકરી અહી સેવા આપવા આવ્યા છીએ. મારી દીકરી પાયલટ છે. તે પણ અહીં ડેકોરેશનમાં સેવા આપી રહી છે. કોરોના દરમિયાન તેની પાયલટ ટ્રેનિંગ કમ્પલીટ થઈ હતી. અત્યારે શતાબ્દીમાં સેવા આપ્યા બાદ જોબ શરુ કરવાનું તેણે નક્કી કર્યું છે. તે પણ 3 નવેમ્બરથી અહી સેવામાં છે.

અમે તમને જણાવી દઈએ કે, 1200 કરતાં વધુ મંદિરોના સર્જનથી, 5000 થી વધુ સત્સંગ કેન્દ્રો દ્વારા, 100 થી અધિક શાળાઓ અને હૉસ્પિટલોના નિર્માણથી પ્રમુખસ્વામી મહારાજે વિશ્વનું કલ્યાણ કર્યું છે. પવિત્રતાથી પરિપૂર્ણ એવા પ્રમુખસ્વામી મહારાજ દ્વારા નિર્મિત 1100 કરતાં વધુ સંતો, 7,050,00 કરતાં વધુ લખાયેલાં પત્રો, 17,000 થી વધુ ગામોમાં કરાયેલા વિચરણ અને 2,050,00 કરતાં વધુ ઘરોમાં પધરામણી દ્વારા તેમણે લાખો મનુષ્યોનું જીવન ધન્ય કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *