બિહારના બાંકા જિલ્લામાં શનિવારે વીજળી પડવાથી સાત લોકોના મોત થયા હોવાનું રાજ્યના આરોગ્ય મંત્રી મંગલ પાંડેએ જણાવ્યું હતું.
“બાંકા જિલ્લામાં વીજળી પડવાથી 7 લોકોના મોતના સમાચાર ખૂબ જ દુઃખદ છે. આ દુર્ઘટનાની ઘડીમાં બિહાર સરકાર પીડિત પરિવાર સાથે છે. આ ઘટનામાં મૃતકો અને ઘાયલો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે.પાંડેએ ટ્વિટ કરીને કહ્યું કે, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મૃતકોને શાંતિ આપે અને ઘાયલોને જલ્દી સ્વસ્થ કરે. કેન્દ્રીય રાજ્ય મંત્રી ડો.જીતેન્દ્ર સિંહે શુક્રવારે જણાવ્યું હતું કે, છેલ્લા બે દાયકામાં સમગ્ર ભારતમાં વીજળી પડવાનીની ગતિવિધિઓ વધી રહી છે.
આ દરમિયાન, વીજળી પડવાની અન્ય એક ઘટનામાં શનિવારે ઝારખંડના પલામુ જિલ્લામાં બે વ્યક્તિના મોત થયા હતા. એક અધિકારીએ જણાવ્યું કે, 45 વર્ષીય ખેડૂત કરકટ્ટા ગામમાં પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો, જ્યારે કુહકુહુ ગામમાં 13 વર્ષનો છોકરો ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે વીજળી પડતા તેનું મોત થયું હતું. તેમણે ઉમેર્યું કે, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.