India post DIGIPIN: સામાન્ય રીતે આપણી ટપાલ પહોંચાડવાના સરનામાને પીનકોડ સૌથી વધુ સરળ કરી દે છે. જોકે હવે ડિજિટલ યુગમાં પોસ્ટ વિભાગ પણ તેના આ છ આંકડાના (India post DIGIPIN) પિનકોડને ડિજિટલ સ્વરૂપ આપી રહ્યો છે. આગામી સમયમાં હવે 10 અક્ષરોના DIGIPIN સાથે નવી અડ્રેસ સિસ્ટમ અમલી બની છે. ભારતીય પોસ્ટ વિભાગે નવી અડ્રેસ સિસ્ટમ અમલી બનાવીને નાગરિકોની ટપાલ કુરિયર કે ટપાલ ખાતા દ્વારા કેમ નિશ્ચિત સ્થળે પહોંચે તેવી ડિજિટલ વ્યવસ્થા કરી છે. જેને DIGIPIN નામ આપવામાં આવ્યું છે.
IIT હૈદરાબાદ અને ISROનું ઉપક્રમ
DIGIPIN અડ્રેસ સિસ્ટમ IIT હૈદરાબાદ અને ISROના સંયુક્ત સાહસથી તૈયાર કરવામાં આવી છે. જેનો હેતુ એવો છે કે, ભારતના કોઈ પણ ખૂણે આવેલા ગામ શહેરની ડિજિટલ ઓળખ મળી શકે. આ સિસ્ટમ અંતર્ગત સમગ્ર દેશને 4 x 4 મીટરમાં નાના નાના ભાગોમાં વહેચી દેવાયો છે અને દરેક ભાગને એક યુનિક ID આપવામાં આવી છે. આ ID 10 અક્ષરોની છે. જેને DIGIPIN નામ આપવામાં આવ્યું છે.
અક્ષાંશ અને રેખાંશની મદદથી સરનામું મળશે
DIGIPIN અક્ષાંશ અને રેખાંશની મદદથી કોઈપણ ગામ શહેરના શેરીઓ સહિતના વિસ્તારોનું સ્પષ્ટ સરનામું બતાવશે. જેથી કુરિયર અને ટપાલ કર્મચારીઓ કે કોઈ પણ સરનામું શોધતી વ્યક્તિને સરળતા થશે.
આવી રીતે DIGIPIN જનરેટ થશે
https://dac.indiapost.gov.in/mydigipin/home પર જઈને મોબાઈલ ફોન ડિવાઇસનું લોકેશન આપવાનું રહેશે. લોકેશન મુજબની પેરમિશન આપવાથી DIGIPIN જનરેટ થશે. જે ઇમરજન્સી સેવાઓ, લોજિસ્ટિક, કુરિયર સહિતની ડિલિવરી બૂક કરવા માટે આપી શકશો. 31 મી જુલાઇ સુધી સૂચનો ટપાલ વિભાગ દ્વારા મગાવ્યાં છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App