‘ઈરાદો મક્કમ હોય તો સફળતા જરૂર મળે છે’ બીજા પ્રયાસે UPSC પાસ કરીને બન્યા IAS ઓફિસર- કહાની વાંચીને તમને પણ મળશે પ્રેરણા

આપણે આજ સુધી ઘણા IAS ની સક્સેસ સ્ટોરી સાંભળી છે, પરંતુ આજે અમે તમને એવા જ એક IAS વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે ડોક્ટરેટની…

આપણે આજ સુધી ઘણા IAS ની સક્સેસ સ્ટોરી સાંભળી છે, પરંતુ આજે અમે તમને એવા જ એક IAS વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે ડોક્ટરેટની ડિગ્રી લઈને UPSC માં ટોપ કર્યું. આ IAS ઓફિસર પણ IAS ટીના ડાબી (IAS Tina Dabi) ની જેમ ખૂબ જ સુંદર છે અને તાજેતરમાં જ તેણે બીજા લગ્ન પણ કર્યા છે. આ કહાની કેરળના કોટ્ટાયમના રહેવાસી IAS ટોપર ડૉ. રેણુ રાજ (IAS Dr. Renu Raj) ની છે. જાણો ડોક્ટર થી IAS બનવા સુધીની તેમની સફર…

IAS ટોપર ડો. રેણુ રાજ એ અધિકારી છે, જેમણે સિવિલ સર્વિસ પરીક્ષામાં બેસવા માટે પોતાની નોકરી છોડી ન હતી અને નોકરીની સાથે-સાથે UPSC ની તૈયારી કરી અને ટોપ કર્યું. ડો.રેણુ રાજ કેરળના અલપ્પુઝા જિલ્લાના કલેક્ટર તરીકે તૈનાત છે. ડૉક્ટરની નોકરી કરતી વખતે તેણે UPSC પરીક્ષાની તૈયારી કરી.

તે જ સમયે, થોડા મહિના તૈયારી કર્યા પછી, પરીક્ષા આપી અને પ્રથમ વખત પરીક્ષા પાસ કરી. ડો. રેણુ રાજ પણ આઈએએસ ટીના ડાબીની જેમ પ્રખ્યાત IAS ઓફિસર છે. રેણુ રાજે કેરળના કોટ્ટાયમમાં શાળામાંથી અભ્યાસ શરૂ કર્યો હતો. ત્યાર બાદ ત્યાંની સરકારી મેડિકલ કોલેજમાંથી ડોક્ટરની ડિગ્રી લીધી. તબીબ તરીકે કામ કરતાં વર્ષ 2013માં તેમણે સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી પણ શરૂ કરી હતી અને વર્ષ 2014માં પરીક્ષા આપીને પ્રથમ વારમાં બીજો ક્રમ મેળવ્યો હતો.

IAS ટોપર ડો. રેણુ રાજ ના પિતા નિવૃત્ત સરકારી કર્મચારી છે અને માતા ગૃહિણી છે. જણાવી દઈએ કે રેણુના પરિવારમાં તેના માતા-પિતા સિવાય તેની બે બહેનો પણ છે. રેણુ રાજનું બાળપણથી જ આઈએએસ બનવાનું સપનું હતું. તેણીએ કહ્યું કે, 2013 થી, તે UPSC પરીક્ષા માટે દરરોજ 3-6 કલાક અભ્યાસ કરતી હતી.

તમને જણાવી દઈએ કે, વર્ષ 2022માં IAS ટોપર ડૉ. રેણુ રાજે એમડી શ્રીરામ વેંકટરામન સાથે લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે, ડો. રેણુના આ બીજા લગ્ન હતા, જ્યારે IAS શ્રીરામ વેંકટરામનના આ પહેલા લગ્ન હતા. તે જ સમયે, રેણુની જેમ તેના પતિ શ્રીરામ વેંકટરામને પણ વર્ષ 2012માં યુપીએસસીની પરીક્ષા આપીને બીજો રેન્ક મેળવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *