મોદી સરકારની કેબિનેટનું હાલમાં વિસ્તરણ કરવામાં આવ્યું છે. દેશમાં મોદી સરકારની ફેરબદલીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં કેબીનેટનું લીસ્ટ બહાર આવ્યું છે. મોદીની મંત્રીમંત્રીમંડળમાં મોટા ફેરફારો વચ્ચે ૪૩ જેટલા મંત્રીઓની યાદી જાહેર થઇ ચુકી છે. ગુજરાત રાજ્યમાંથી 3 ઉમેદવારને મોદીના મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. આ કેબિનેટમાં જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત અન્ય લોકોને સ્થાન મળ્યું છે. ગુજરાત રાજ્યમાંથી સુરેન્દ્રનગરના સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરા, ખેડાના સાંસદ દેવુંસિંહ ચૌહાણ અને સુરતના સાંસદ દર્શનાબેન જરદોશને પણ કેબીનેટ મંત્રીમાં સ્થાન મળ્યું છે.
ગુજરાતના પાંચ નેતાઓમાં મનસુખ માંડવિયા, પરશોત્તમ રૂપાલા, દર્શના જરદોશ, દેવુસિંહ ચૌહાણ અને મહેન્દ્ર મુંજપરાનો સમાવેશ કેબિનેટમાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પુરૂષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને પ્રમોશન મળ્યુ છે.
43 leaders to take oath today in the Union Cabinet expansion. Jyotiraditya Scindia, Pashupati Kumar Paras, Bhupender Yadav, Anupriya Patel, Shobha Karandlaje, Meenakshi Lekhi, Ajay Bhatt, Anurag Thakur to also take the oath. pic.twitter.com/pprtmDu4ko
— ANI (@ANI) July 7, 2021
કેબીનેટના નવા ચહેરા તરીકે જ્યોતિરાદિત્ય સિંધિયા, નારાયણ રાણે, સર્વાનંદ સોનોવાલ,પશુપતિ પારસ, મીનાક્ષી લેખી, અનુપ્રિયા પટેલ, હિના ગાવિત, શોભા કરાંડલજે, સુનીતા દુગ્ગલ, અજય મિશ્રા, અજય ભટ્ટ, ડો. વિરેન્દ્ર કુમાર, રામચંદ્ર પ્રસાદ સિંહ, અશ્વિની વૈષ્ણવ, રાજકુમાર સિંહ, કિરણ રિજિજૂ, મનસુખ માંડવિયા, પુરૂષોત્તમ રૂપાલા, જી. કિશન રેડ્ડી, પંકજ ચૌધરી, કપિલ પાટિલ, શાંતનુ ઠાકુર, અનુરાગ ઠાકુર, પ્રિતમ મુંડે, ભૂપેન્દ્ર યાદવ, રવિ કિશનને સ્થાન આપવામાં આવ્યું છે.
મોદી કેબિનેટના વિસ્તરણ અગાઉ જ શિક્ષણ મંત્રી નિશંક, સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન સહીત અન્ય ૧૧ મંત્રીઓએ રાજીનામાં આપી દીધા છે. થોડા સમય પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેબિનેટના વિસ્તરણ પૂર્વે 4 મંત્રીઓએ રાજીનામું આપી દીધું હતું. શ્રમમંત્રી સંતોષ ગંગવાર, શિક્ષણમંત્રી રમેશ પોખરીયલ નિશાંક, ખાતરમંત્રી સદાનંદ ગૌધ્ધા અને કેન્દ્રીયમંત્રી દેબોશ્રી ચૌધરીએ રાજીનામું આપ્યું છે.
મોદી કેબિનેટના વિસ્તરણમાં પછાત વર્ગના ૨૭ મંત્રી આમાં હાજર રહેશે. જેમાંથી ૫ મંત્રીઓ કેબીનેટ મંત્રી હશે અને ૫ લઘુમતીમાંથી મંત્રી હશે જેમાં એક શીખ, એક મુસ્લિમ, એક બૌદ્ધ, એક ઈસાઈ અને એક જૈન હશે. જુદી જુદી જાતિના મોદી મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે. સાથે 11 મહિલાઓ પણ મંત્રી મંડળમાં હાજર રહેશે અને તેમાં ૨ કેબીનેટ મંત્રી છે તથા અન્ય ૯ મહિલા રાજ્યમંત્રી હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.