BJP Leader’s Son Captures Booth: 7 મૈ ના રોજ ગુજરાતમાં લોકસભાની ચુંટણીનું મતદાન કરવામાં આવ્યું હતું. આમ તો મતદાન શાંતિથી પૂરું થયું હતું. પરંતુ હાલ સોસીયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વિડીયો રાજ્યના દાહોદ જીલ્લાના સંતરામપુરના પરથમપુર ગામનો છે. ત્યાં ભાજપના નેતા રમેશભાઈ ભાભોરનો દીકરો વિજય ભાભોર વોટીંગ બુથ પર (BJP Leader’s Son Captures Booth) લાઇવ વિડીયો ઉતારી રહ્યો હતો.
ત્યાં કામ કરી રહેલા કર્મચારીઓને ધમકાવીને બૂથ પરના EVM કેપ્ચરીંગ કરી રહ્યો હતો. અને ત્યાં કામ કરી રહેલા કર્મચારીઓ તેને કહે છે કે તમે આ વિડીયો બંધ કરી દયો.પણ આ ભાજપ નેતાના પુત્ર કોઈને વાત માનતો ન હતો. તે વિડીયોમાં કહી રહ્યો છે કે ચાલુ રેવા દયો બધું આપનું છે, ભાજપ જ આવવાનું છે. કઈ નહી થાય.
વિજય ભાભોરએ બૂથમાં ઘૂસી EVM કેપ્ચર કર્યું હોવાનો અને અન્ય લોકો સાથે મળી બોગસ વોટિંગ પણ કર્યુ હોય તેવું આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે.આ વિડીયોમાં આ ભાજપ નેતા પુત્ર એક જ વસ્તુ બોલી રહ્યો છે કે ભાજપને જ વોટ આપવો. અને એક જ વસ્તુ ચાલે વિજય ભાભોર જ ચાલે અને વિજય બાપુ જ ચાલે છે. અને વિડીયોમાં તે કહી રહ્યો છે કે આ EVM મશીન મારા બાપનું છે અને હુ ઘરે લઈ જઈસ. આ વિડીયોમાં તેની સાથે ઉભેલા લુખ્ખા લોકો પણ તેનો સાથ આપી રહ્યા છે.
અને તે વિડીયોમાં અપશબ્દ પણ બોલી રહ્યો છે. જાણે કેમ તેને કોઈની બીક જ નથી લગતી હોય. તે વિસ્તારના કોંગ્રેસ ઉમેદવાર ડૉ.પ્રભાબેન તાવિયાડે આ ભાજ્ર્પ નેતાના પુત્ર વિરોધ ફરિયાદ પણ નોંધવી છે. અને જયારે આ ફરિયાદ નોંધાઈ ત્યારપછી આ ભાજપ નેતા પુત્ર પોતાનો ફોન બંધ કરીને કઈ ગાયબ થઈ ગયો છે.
કોંગ્રેસ ઉમેદવાર ફરિયાદ બાદ જિલ્લા કલેક્ટર દ્વારા વીડિયોની તપાસ કરવામાં આવી હતી. અને તેમને તેની વિરુધ કડક કાર્યવાહી પણ કરવાનું નક્કી કર્યું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App