Organ Donation in Surat: ઓર્ગન ડોનર તરીકે ખ્યાતિ પામેલા સુરત શહેરમાં એક સાથે 3 લોકોના અંગદાન કરવામાં આવ્યા છે. જેમાં 3 બ્રેનડેડ વ્યક્તિઓના અંગોનું દાન(Organ Donation in Surat) કરી ત્રણે પરિવારોએ માનવતા મહેકાવી 14 વ્યક્તિઓને નવજીવન આપ્યું છે. 49 વર્ષીય નવીનભાઈ ચતુરભાઈ લીમ્બાચીયા અને 66 વર્ષીય નારણભાઈ રણછોડભાઈ આહિર બ્રેઈનડેડ જાહેર થયા હતા. તેથી નવીનભાઈ ચતુરભાઈ લીમ્બાચીયાની બે કિડની, લિવર અને ચક્ષુઓ અને નારણભાઈ રણછોડભાઈ આહીરની બે કિડની અને લિવરનું દાન કરી 8 લોકોને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી છે.તો બીજી તરફ 41 વર્ષીય આશિષ વિનુભાઈ સખીયા 30 વર્ષથી રક્તદાનની સેવા કરતા હતા. તેમની બ્રેનની સર્જરી બાદ તેમને બ્રેનડેડ જાહેર કરાયા હતા. જીવનદીપ ઓર્ગન ડોનેશન દ્વારા પરિવારને અંગદાનનું મહત્વ સમજાવાતા હૃદય, લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કરાયું હતું.
પહેલા બનાવમાં નવીનભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા
અલથાણના સુમન આશિષ આવાસમાં રહેતા અને શાકભાજીની લારી ચલાવતા નવીનભાઈને 5 મેના રોજ માથામાં દુઃખાવો અને ઉલ્ટી થતા તેમને સારવાર હેઠળ દાખલ કર્યા નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. ફરી એક વખત CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ અને મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું. ક્રેન્યોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો અને સોજો દુર કર્યો હતો. 25 મેના રોજ નવીનભાઈને વધુ સારવાર માટે સુરતની કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
26મે ના રોજ નવીનભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા. ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી, નવીનભાઈના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી જણાવ્યું કે, તેમના પરિવારજનો અંગદાનની પૂરી પ્રક્રિયા સમજવા તેમજ અંગદાન કરવા માંગે છે. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી નવીનભાઈની પત્ની ઈન્દુબેન, પુત્રો વિપુલ અને પરેશ, ભાઈઓ શૈલેષભાઈ અને ગોવિંદભાઈ, ભત્રીજી મનીષાબેનને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.
બીજા બનાવમાં નારણભાઈ બ્રેઈનડેડ જાહેર કર્યા
નવસારીના રહેવાસી નારણભાઈ રણછોડભાઈ આહિર 22મે ના રોજ સાંજે પોતાના ખેતરે જઈ રહ્યા હતા, ત્યારે અડદા ગામના જુના રસ્તા પાસે અજાણ્યા બાઈક ચાલકે નારણભાઈને ટક્કર મારતા તેઓ નીચે પડી ગયા હતા, માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઈ ગયા હતા. પરિવારજનોએ તેમને તાત્કાલિક નવસારીમાં આવેલી હોસ્પિટલમાં દાખલ કર્યા, ત્યાં નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થતાં વધુ સારવાર માટે તેઓને સુરતની હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કર્યા હતાં નિદાન માટે ફરીથી CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ અને મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. 22મે ના રોજ ક્રેનીયોટ્રોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો.
આ અંગે SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો
અંગદાનની સંમતિ મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા બે કિડની અને લિવર સુરતની કિરણ હોસ્પિટલને, બીજી બે કિડની અને લિવર અમદાવાદની IKDRC હોસ્પિટલને ફાળવવામાં આવી હતી. બે કિડની અને એક લિવરનું દાન સુરતની કિરણ હોસ્પિટલ, બીજી બે કિડની અને બીજા એક લિવરનું દાન અમદાવાદની IKDRC સ્વીકાર્યું હતું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકે સ્વીકાર્યું હતું.
ત્રીજા બનાવમાં હૃદય, લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કરાયું
ત્રીજા બનાવમાં વરાછાની સ્વાતિ સોસાયટીમાં રહેતા 41 વર્ષીય આશિષ વિનુભાઈ સખીયા 30 વર્ષથી રક્તદાનની સેવા કરતા હતા. તેમની બ્રેનની સર્જરી બાદ તેમને બ્રેનડેડ જાહેર કરાયા હતા. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના વિપુલ તળાવીયા સહિતના સભ્યો દ્વારા પરિવારને અંગદાનનું મહત્વ સમજાવાતા હૃદય, લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કરાયું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App