શાનદાર મેનેજમેન્ટ! પ્રમુખ સ્વામીનગરમાં બનાવેલા પ્રેમવતીના મેગા કિચનની એક ઝલક જોઇને તમે પણ બોલી ઉઠશો વાહ

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: અમદાવાદમાં ઉજવવામાં આવી રહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં ઊડીને આંખે વળગે એવી વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે, લોકોના મુખે જેમાં સૌથી વધુ વખાણ ભોજન માટેના માઇક્રોપ્લાનિંગને લઈને થઈ રહ્યાં છે.

જો વાત કરવામાં આવે તો પ્રમુખસ્વામીનગરમાં આવતા લોકો પ્રસાદરૂપે ભોજન લઈ શકે એ માટે 60 સંત અને 8 હજાર સ્વયંસેવક ખડે પગે સેવા આપી રહ્યા છે. લાખો લોકોના આગમન પછી પણ મેનુમાં સામેલ ચીજવસ્તુ તરત મળી શકે, અન્નનો બગાડ ન થાય અને આરોગ્ય જળવાય એ માટે નાની-નાની તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પ્રમુખસ્વામીનગરમાં બનાવેલા મેગા કિચનની એક ઝલક જોઇને તમે પણ બોલી ઉઠશો વાહ…

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

અમે તમને જણાવી દઈએ કે, મેગા કિચનમાં જે ભોજનનું મેનુ મહંત સ્વામીએ પાસ કરાવ્યું છે. આ રસોડું 13 કલાક ધમધમે છે. એક જ કલાકની અંદર 2000 રોટલી, ભાખરી અને પરોઠા બને છે. સાથે જ આધુનિક મશીનોનો પણ રસોઈ બનાવવામાં ઉપયોગ થઇ રહ્યો છે.

જો વાત કરવામાં આવે તો વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં BAPS સંસ્થા 160 કરતાંય વધુ પ્રવૃતિઓથી પ્રત્યેક માનવના સર્વતોમુખી ઉત્કર્ષ માટે અભૂતપૂર્વ આધ્યાત્મિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાઓની ભાગીરથી વહાવી રહી છે. નૈતિક મૂલ્યોનું પ્રસારણ હોય, વ્યસનમુક્તિ હોય, પર્યાવરણ સંરક્ષણ હોય કે આદિવાસી ઉત્થાન હોય, પ્રમુખસ્વામી મહારાજની કરુણા પ્રત્યેક વર્ણ-વય, જ્ઞાતિ-જાતિ, દેશ-વેશ અને ધર્મ-કર્મની વ્યક્તિઓ પર વરસી છે.

અમે તમને જણાવી દઈએ કે, 1200 કરતાં વધુ મંદિરોના સર્જનથી, 5000 થી વધુ સત્સંગ કેન્દ્રો દ્વારા, 100 થી અધિક શાળાઓ અને હૉસ્પિટલોના નિર્માણથી પ્રમુખસ્વામી મહારાજે વિશ્વનું કલ્યાણ કર્યું છે. પવિત્રતાથી પરિપૂર્ણ એવા પ્રમુખસ્વામી મહારાજ દ્વારા નિર્મિત 1100 કરતાં વધુ સંતો, 7,050,00 કરતાં વધુ લખાયેલાં પત્રો, 17,000 થી વધુ ગામોમાં કરાયેલા વિચરણ અને 2,050,00 કરતાં વધુ ઘરોમાં પધરામણી દ્વારા તેમણે લાખો મનુષ્યોનું જીવન ધન્ય કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *