હરિયાણા: છેલ્લા ઘણા સમયથી દેશભરમાં કોરોના મહામારી ચાલી રહી છે. સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે હવે ફરી એક વખત વધતા પ્રદુષણના કારણે મોટાભાગના રાજ્યોમાં લોકડાઉન (Lockdown) જાહેર કરવામાં આવી રહ્યું છે. ત્યારે હરિયાણા સરકારે ગુરુગ્રામ, ફરીદાબાદ (Faridabad), સોનીપત અને ઝજ્જરમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓને 17 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. હરિયાણાના (Haryana) વિવિધ વિસ્તારોમાં પ્રદૂષણના (Pollution) વધતા સ્તરને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
હરિયાણામાં શાળાઓ બંધ કરવાની જાહેરાત દિલ્હી સરકારે એક અઠવાડિયા માટે શાળાઓ બંધ કરવાનો આદેશ આપ્યા પછી આવી છે. સુપ્રીમ કોર્ટે બગડતા એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) પર ચિંતા વ્યક્ત કર્યા બાદ દિલ્હી સરકારે 15 નવેમ્બરથી તમામ શૈક્ષણિક સંસ્થાઓને એક સપ્તાહ માટે બંધ કરવાની જાહેરાત કરી હતી.
જણાવી દઈએ કે, આ દિવસોમાં હરિયાણા સરકારે પણ બાંધકામના કામ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. સાથે જ સરકારી અને ખાનગી કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સલાહ આપવામાં આવી છે. આવું કરવા પાછળનો હેતુ એ છે કે, તાત્કાલિક પગલાં લઈને પ્રદૂષણનું સ્તર કોઈ રીતે ઓછું કરવું જોઈએ.
બાળકોને પ્રદૂષણની ખરાબ અસરોથી બચાવવા માટે દિલ્હી સરકારે 15 નવેમ્બરથી 21 નવેમ્બર સુધી શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી હતી. એક સત્તાવાર જાહેરાતમાં, દિલ્હી સરકારે માત્ર શાળાઓ બંધ કરવાની જાહેરાત કરી ન હતી, પરંતુ સરકારી વિભાગોને આખા અઠવાડિયા સુધી શક્ય હોય ત્યાં સુધી 100% કામ હોમ મોડ અને ખાનગી ઑફિસમાં સ્વિચ કરવા જણાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.