Gujarat Loksabha Election 2024: છેલ્લા ઘણા સમયથી જોવાથી રાહનો હવે અંત થયો. ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2024નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ વખતે લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાશે અને પ્રથમ તબક્કાના મતદાનની શરૂઆત 19 એપ્રિલથી થશે અને 1 જૂનના રોજ સાતમા એટલે કે છેલ્લાં તબક્કાનું મતદાન થશે. આ સાથે જ એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે એટલે કે ત્યારે દેશને ખબર પડી જશે કે દેશમાં (Gujarat Loksabha Election 2024) એનડીએ સરકાર બનાવશે કે પછી I.N.D.I.A. ગઠબંધન? આ ચૂંટણીની જાહેરાતોમાં સૌથી મહત્ત્વપૂર્ણ એ છે કે ગુજરાતમાં 7 મેના રોજ લોકતંત્રનો પર્વ યોજાશે. તે દિવસે જ લોકસભાની 26 બેઠકો પર એક જ તબક્કામાં સાથે સાથે રાજ્યની કુલ 5 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી પર મતદાન થશે.
ગુજરાત લોકસભાની ચૂંટણીમાં મહત્વનું રાજ્ય છે. જ્યાં લોકસભાની 26 બેઠકો છે. આ રાજ્યમાં ચૂંટણીની તારીખોની વાત કરીએ તો અહીં 7 મેના રોજ મતદાન થશે. તમને જણાવી દઈએ કે 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપે સમગ્ર રાજ્યમાં એકલા હાથે 26 બેઠકો જીતીને બીજી વખત ઝંડો ફરકાવ્યો હતો. ગુજરાતના તમામ રાજકીય પક્ષોએ પોતપોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. હવે જોવાનું એ છે કે આ લોકસભાની ચૂંટણીમાં કોણ જીતે છે? કોંગ્રેસ ગુજરાતમાં ખાતું ખોલાવી શકશે કે નહીં?
બેઠકો પર જ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જો કે આજે ચૂંટણીની તારીખ જાહેર થતાં ટૂંક સમયમાં પાર્ટી અન્ય યાદી બહાર પાડીને પોતાના વધુ કેટલાક ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે.
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીની સાથે જ આંધ્ર પ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ જેવા રાજ્યોની વિધાનસભા ચૂંટણીની પણ તારીખ જાહેર થઈ ગઈ છે.
જણાવી દઈએ કે, 2022માં 182 સભ્યો વાળી ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપે રેકોર્ડ બ્રેક જીત મેળવતા 156 બેઠકો હાંસલ કરી હતી. જ્યારે કોંગ્રેસને 17, આમ આદમી પાર્ટીને 5 તેમજ અપક્ષના 3 અને એક બેઠક પર સમાજવાદી પાર્ટીના ઉમેદવારની જીત થઈ હતી.
જો કે વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ અત્યાર સુધીમાં 6 ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામાં ધરી દીધા છે. ગુજરાત વિધાનસભાની વર્તમાન સ્થિતિ મુજબ, ભાજપના 156, કોંગ્રેસના 13, આમ આદમી પાર્ટીના 4, બે અપક્ષ અને સમાજવાદી પાર્ટીના 1 મળીને કુલ 176 ધારાસભ્યો છે. જેથી ખાલી પડેલી 5 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી યોજાઈ રહી છે.
આજથી જ આચારસહિંતા લાગૂ કરી દેવામાં આવી
આમ જોવામાં આવે તો આ વખતે ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં વિલંબ કર્યો છે. આ પહેલા 2004માં 29 ફેબ્રુઆરી, 2009માં 2 માર્ચ અને 2014માં પાંચ માર્ચે અને 2019માં 10 માર્ચે ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. આ સાથે આજથી જ આચારસહિંતા લાગૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન અને વિપક્ષનું ગઠબંધન I.N.D.I.A. વચ્ચે જોરદાર જંગ જામવાનો છે. વડાપ્રધાન મોદીએ ભાજપ માટે ‘અબ કી બાર 400 પાર’ નું લક્ષ્ય રાખ્યું છે ત્યારે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી સાથીઓએ પણ ત્રીજી વખત લોકસભામાં વડાપ્રધાન મોદીના વિજય રથને રોકવાની તૈયારી કરી લીધી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App