એક મહિના અગાઉ અમદાવાદ ખાતે કોંગ્રેસના ટોચના નેતાઓ દ્વારા લોકો દ્વારા ચાલતી કોંગ્રેસને સમાંતર સરકાર એટલે કે લોક સરકારનું ગઠન કર્યું હતું. આ બાબતે પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ એક એપ્લિકેશન પણ લોન્ચ કરી હતી. આ એપ્લિકેશન લોકો માટે નકામી બની ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે.
ગુજરાત કોંગ્રેસનો દાવો હતો કે લોક સરકારમાં તેમની પાસે 15 લાખથી વધુ કાર્યકરો છે. તે જોતા લોક સરકાર એપ્લિકેશન લાખોની સંખ્યામાં ડાઉનલોડ થઇ હોવી જોઈએ અને લાખો કાર્યકરો પ્રજાના પ્રશ્નો લોક સરકારના સંગઠનમાં પહોંચાડી પ્રશ્નોનું નિરાકરણ લાવવા જોઈએ, પરંતુ આ એપ્લિકેશન માત્ર પાંચ હજાર જેટલા લોકોએ જ ડાઉનલોડ કરી છે. જેનો સીધો મતલબ એમ થાય છે કે, કોંગ્રેસ પાસે પાંચ હજાર કાર્યકર્તાઓ જ છે અને ૧૫ લાખ કાર્યકરોનો દાવો ખોટો છે. ગુજરાત વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ના ડ્રીમ પ્રોજેક્ટ બાળમરણ થઈ ગયું છે તેવું કહી શકાય.
લોક સરકાર મોબાઇલ એપ લોન્ચ વખતે કોંગ્રેસના નેતાઓએ દાવા કર્યા હતા કે, આ એપ્લિકેશનથી લોકોની સમસ્યા દૂર કરીશું, સરકારના ધ્યાને અમે આમ જનતાની સમસ્યાઓ મુકીશુ. પરંતુ પરિસ્થિતિ એવી છે કે આ એપ્લિકેશનમાં ગણ્યાગાંઠ્યા લોકો ફરિયાદ કરે છે, પરંતુ આ સમસ્યાઓનો નિરાકરણ બાબતે કોઈ અપડેટ થતું નથી અને ફરિયાદ નું સ્ટેટસ પેન્ડીંગ બતાવે છે, સાથે સાથે પ્લેસ્ટોર ના રીવ્યુ વિભાગમાં પણ ડાઉનલોડ કરનારાઓ એ આ એપ્લિકેશનની કોઇ અસર થશે નહીં અને કરેલી રજૂઆત ની અસર પણ દેખાતી નથી. કોંગ્રેસ નું કામ પણ સત્તાપક્ષ જેવું જ છે. માત્ર દેખાડો કરી રહ્યા છે. એક યુઝરે તો કોંગ્રેસનો દાવ લેતા લખ્યુ કે 2019માં પણ કોંગ્રેસનો મેળ નહી પડે તેવું લખી દીધું હતું અન્ય એક યુઝર એ તો આ એપ્લિકેશન ફેક છે તેવું લખ્યું હતું ફરિયાદ તો સબમિટ કરી પરંતુ સ્ટેટસ હજુ પેન્ડિંગ જ છે.
સુરતના એક વિદ્યાર્થી સંગઠન ના વિદ્યાર્થી આગેવાન ધ્રુવીત ઢોલરીયા એ સુરતના સૌરાષ્ટ્ર વાસી વિસ્તારમાં સરકારી કોલેજ સ્થપાય તે માટે મુખ્ય મંત્રી સુધી માંગ કરી છે, રૂબરૂ મુલાકાતો કરી છે પરંતુ કોઈ નિવેડો ન આવતા તેણે લોકસરકારમાં પણ રજૂઆત કરી હતી પરંતુ તેને નિરાશા હાથ લાગી હતી, લોકસરકાર એપ્લિકેશનમાં તેની રજૂઆત સ્ટેટસ તેને પરેશ ધાનાણી નો પત્ર મળ્યા બાદ પણ પેન્ડિંગ જ બતાવતા હતા.
રાહુલ ગાંધીના શક્તિ પ્રોજેક્ટ ની સાથે સાથે લોન્ચ કરાયેલા પ્રોજેક્ટમાં જનતાને લાભ પહોચાડવાને બદલે કોંગી નેતાઓ પોતાના હોદ્દા અને કાળને વધારવા વેઠ ઉતારતા જોવા મળ્યા હતા. સુરતના એક કોંગ્રેસી આગેવાન એ શક્તિ પ્રોજેક્ટના SMS કાર્યક્રમ માટે એક કીમિયો કર્યો હતો. નવરાત્રી ઉત્સવમાં એન્ટ્રી માટે દરેક વ્યક્તિએ ફરજીયાત આ આગેવાન ના કાર્યકરો પાસે એક મેસેજ કરાવડાવતાં નજરે પડ્યા હતા જોકે આ વાત સોશિયલ મીડિયામાં ઉછળતા હોદ્દાની લાલચ ધરાવતા આ નેતાએ પોતાના કીમિયાને મોકૂફ રાખવો પડ્યો હતો.
કોંગ્રેસની નવી યુવા પેઢી ના કાર્યકરો લોકોના પ્રશ્નો લોક સરકાર મારફત કદાચ મૂકી પણ રહ્યા હશે પરંતુ અણઆવડત વાળા નેતાઓને કારણે ગુજરાતીઓનો મરો જ રહ્યો. -વંદન ભાદાણી (ત્રિશુલ ન્યુઝ)