Navratri Garba Jewellery: ગરબા નાઈટ્સની સીઝન આવી રહી છે, હાલ ગુજરાતીઓ ગરબા નાઈટ્સ માટે પાસની શોધ કરી રહ્યા હશે, આ સાથે જ તેઓ નવરાત્રીની શોપિંગપણ કરી રહ્યા હશે. ત્યારે ચાલો અમે તમને જણાવીએ નવરાત્રીમાટે કયા પ્રકારના નેકલેસ હાલ ટ્રેન્ડમાં છે. જે તમારા લુકને બનાવશે એકદમ ઓથેન્ટિક. નવરાત્રીમાં મોટે ભાગે ઓક્સિડાઈઝડ જ્વેલરીનો (Navratri Garba Jewellery) ટ્રેન્ડ ચાલતો હતો હોય છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઓક્સિડાઇઝ્ડ જ્વેલરીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે પણ અલગ પ્રકારની ડીઝાઇન સાથે. તો ચાલો તમારા લુકને ચાર ચાંદ લાગવવા માટે કેવી જ્વેલરી કેરી કરવી જોઈએ તે વિશે જાણીએ.
ચોકર સ્ટાઇલ
ચોકર સ્ટાઇલ ઓક્સિડાઇઝ્ડ નેકપીસ ગરબા નાઇટ માટે સૌથી વધુ ફેમસ જ્વેલરીમાં એક છે. આ નેકપીસ ગળા પર એકદમ ફિટ બેસે છે અને તેની ડિટેલિંગમાં મોતી, ઘુંઘરૂ, અને ટ્રેડિશનલ ડિઝાઇનનો ઉપયોગ કરી શકાય છે. જેથી તમારું ગળું ભરાવદાર લાગે. આને તમે ડીપ નેક બ્લોઉસ સાથે કેરી કરી શકો છો. સાદા લહેંગા કે કુર્તી સાથે ચોકર સ્ટાઈલ નેકપીસ પહેરવાથી આખો લુક વધુ ખાસ બને છે. તેની સાદગી અને ભવ્યતા ગરબાના રંગીન વાતાવરણ સાથે મેળ ખાય છે.
લોટસના મોટિફસ લોંગ નેકલેસ
લોટસ મોટિફસ સાથે લાંબા ઓક્સિડાઇઝ્ડ નેકપીસ આ દિવસોમાં ટ્રેન્ડમાં છે. આ નેકપીસ ટ્રેડિશનલ અને ડિઝાઇનનું શાનદાર મિશ્રણ છે. આ પ્રકારનો હાર લાંબા ઘાગરા અને ચોલી સાથે અત્યંત આકર્ષક લાગે છે અને ગરબા કરતી વખતે તેની ચાઇમ અને ડિઝાઇન તમને ભીડમાં અલગ બનાવે છે.
મલ્ટિ-લેયર ઓક્સિડાઇઝ્ડ નેકપીસ
મલ્ટિ-લેયર ઓક્સિડાઇઝ્ડ નેકપીસ નવરાત્રી માટે યોગ્ય છે. આમાં, વિવિધ લંબાઈના ઘણા નેકલેસને એકસાથે મિશ્રિત કરવામાં આવે છે, જે પહેરનારને ખૂબ જ રોયલ અને ભવ્ય લુક લાગે છે. આ નેકપીસ સામાન્ય રીતે ટ્રેડિશનલ ડિઝાઈન, પેન્ડન્ટ અને ઘૂંગરુ સાથે આવે છે, જે ગરબાને વધુ સ્ટાઇલિશ બનાવે છે.
ટ્રાઈબલ ડિઝાઇન ઓક્સિડાઇઝ્ડ નેકપીસ
જો તમે કંઈક અનોખું અને પારંપરિક વસ્તુ શોધી રહ્યા છો, તો ટ્રાઈબલ ડિઝાઈન ઓક્સિડાઈઝ્ડ નેકપીસ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમાં જૂની આદિવાસી કળાની ડિઝાઇન જોવા મળે છે. જેમાં આભૂષણ તરીકે મેટલ, બેલ-બોટમ્સ અને ત્રિકોણાકાર-ચોરસ પેટર્નનો સમાવેશ થાય છે. ગરબા દરમિયાન તેને પહેરવાથી દેશી અને રોયલ લુક મળે છે.
કુંદન વિથ ઓક્સિડાઇઝ્ડ નેકપીસ
આ વર્ષે ઓક્સિડાઇઝ્ડ અને કુંદનથી બનેલા નેકપીસ પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. આ જ્વેલરી સેટમાં કુંદનની ચમક અને ઓક્સિડાઇઝ્ડની સરળતાનું સંપૂર્ણ મિશ્રણ છે. આ ડિઝાઇન ખાસ કરીને જેઓ થોડો ગ્લેમરસ અને એથનિક લુક ઇચ્છે છે તેમના માટે યોગ્ય છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App