સુરતની નિષ્ઠુર જનેતાની ક્રુરતા તો જુઓ! હજુ તો બાળક દુનિયામાં આવ્યું ત્યાં તો નવજાત બાળકીને મારવા માટે તરછોડી મુક્યું

આતો કેવી નિષ્ઠુર જનેતા તેને પોતાના નવજાત બાળકને ત્યજી દીધું, સુરતના અડાજણ વિસ્તાર માંથી એક દુઃખત ઘટના સામે આવી છે. અડાજણ વિસ્તારમાં કેબલ બ્રિજના ફૂડ પાર્ટ પાસે બે મહિનાનું બાળક મળી આવ્યું છે. કેબલબ્રિજ પર બે માસનું બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું હતું. બ્રિજ પાસેથી દંપતિ પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને અચાનક બાળકનો રડવાનો અવાજ આવતા તેમણે પોલીસને જાણ કરી. ત્યાર બાદ તાત્કાલિક અડાજણ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યાર બાદ બાળકને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યું.

હાલ લોકોને શંકા છે કે, પોતાનું પાપ છૂપાવવા માટે કોઈ શખ્સ બાળકને મૂકી ગયું હશે. આ બાળક કોનું છે અને કયા કારણોસર મૂકી ગયું તેવા અનેક સવાલ લોકોના મનમાં છે. આ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ 317 મુજબનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ બાળકની જવાબદારી મહેશ સવાણીએ ઉઠાવવાની તૈયારી બતાવી. આ એક ઉત્તમ ઉદાહરણ સમાજ માટે છે.

બાળક મળ્યા બાદ તાત્કાલિક પોલીસે બાળકના માતાપિતાની શોધ ચાલુ કરી દીધું. આ કાર્યમાં સુરત પોલીસને સીસીટીવીની મદદથી સફળતા મળી છે. આ વિડિયોમાં બાળકને ત્યજી દેનારા માતાપિતા દેખાઈ રહ્યાં છે. ત્યાર બાદ પોલીસે આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી તપાસવાનું શરૂ કરી. બાળકને ત્યજીને માતાપિતા ક્યાં જઈ રહ્યાં છે તે પોલીસ સીસીટીવીમાં શોધી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આ બાળકને કોન્સ્ટેબલ મમતા મકવાણાએ તેની માતાની ફરજ નિભાવી છે. નવી સિવિલ હોસ્પિટલમાં મમતબેને બાળકની માતા બની સાર સંભાળ કરી રહ્યા છે. 317 મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બાળક ક્યાંથી આવ્યું, ક્યાં કારણોસર કોણ મૂકી ગયું તે પોલીસ તાપસ બાદ જ આ બધા સવાલના જવાબ મળશે. દર્શકો પણ બાળકની જવાબદારી ઉપાડવા ફોન કરી રહ્યા છે. અત્યારે તો પોલીસની SHE ટીમ બાળકનું ધ્યાન રાખી રહી છે.

એક વ્યક્તિએ જમાવ્યું કે તેમને સંતાનમાં 7 દીકરીઓ છે તેમ પણ તેઓ આ બાળકની સંભાળ લેઅવ માટે ત્યાર છે. મમતા મકવાણાએ કહ્યું હતું કે, આવી રીતે બાળકને ત્યજી દેવું યોગ્ય વાત નથી. બાળકની સંભાળ ડોક્ટરોની ટીમ પણ કરી રહી છે. બાળક હાલ તંદુરસ્ત છે. પરંતુ બાળક માત્ર બે મહિનાનું હોવાથી ડોક્ટરોની ટીમ તેના ઉપર ધ્યાન આપી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *