20નો દારૂ અને શહેર આખું મારું, જોઈ લો આ બેવડાના કારનામા

Exploits of Drunken: તમે કાયમ નશામાં ટલ્લી થયેલા લોકોને ઉટપટાંગ હરકતો કરતા જોયા હશે. ક્યારેક વીજળીના થાંભલા પર ચડી જઈને આતંક મચાવે છે, તો ક્યારેક રસ્તા પર હાઈ વૉલ્ટેજ ડ્રામા કરે છે. આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર (Exploits of Drunken) વાયરલ થઈ રહ્યો છે. જે લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરી રહ્યો છે, જેમાં એક દારૂડિયો રસ્તા વચ્ચે એક હાથે પુશઅપ કરતો જોઈ શકાય છે.

વાયરલ થઈ રહેલ વીડિયોમાં એક વ્યક્તિ નશાની હાલતમાં રસ્તા વચ્ચે પુશ અપ લગાવતો જોઈ શકાય છે. જ્યારે આજુબાજુમાંથી ઘણી ગાડીઓ પસાર થઈ રહી છે. વીડિયોમાં તમે જોશો તો આ દારૂડિયાને આવું કરવાથી કોઈ રોકી રહ્યું નથી અને લોકો બસ ઊભા ઊભા તેનો વિડીયો બનાવી રહ્યા છે.

આ વિચિત્ર ઘટના પૂણેના સ્વારગેટ વિસ્તારમાં બની હતી. આ ઘટના 5 એપ્રિલના રોજ બની હતી. જેનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને તમને લાગશે કે જાણે કે આ દારૂડિયાએ રોડને પોતાનું પર્સનલ જીમ બનાવી લીધું હોય.

આ વીડિયોને Reddit પર એક વ્યક્તિએ શેર કર્યો છે અને કેપ્શન માં લખ્યું છે કે ‘ધ ડ્રંકન માસ્ટર’. તેની સાથે જ આ વ્યક્તિએ લખ્યું હતું કે આવ્યો હતો ઈંડા ભુરજી ખાવા અને ફિટનેસનું માસ્ટર ક્લાસ આપવા લાગ્યો. જેવો આ વિડીયો વાયરલ થયો તો લોકોએ આ વિડીયો પર મોજ લેવાનું શરૂ કરી દીધું. જોકે ઘણા લોકોએ આ વ્યક્તિની ઉટપટાંગ હરકત પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.

The drunken master (Swargate apr 5, 2025)
byu/Impossible-Repair-37 inpune

એક વ્યક્તિએ કમેન્ટ કરતા લખ્યું કે આ ભાઈ પુશઅપ નથી લગાવી રહ્યો, પરંતુ રોડને નીચે ધક્કો મારી રહ્યો છે. બીજા વ્યક્તિએ કહ્યું કે અપુન કા જીમ તો યહી સે શુરુ હોગા. એક અન્ય વ્યક્તિ લખે છે કે આ લોકોને મજાકિયા લાગી રહ્યું છે, પરંતુ વ્યક્તિની આ હરકત ગંભીર દુર્ઘટનાને આમંત્રણ આપવા જેવું છે. બીજા એક વ્યક્તિએ લખ્યું હતું કે આવા લોકોને કારણે જ અન્ય લોકો દુર્ઘટનાનો શિકાર બને છે.