ભગવાન શિવ આ 3 અક્ષર પરથી શરુ થતા લોકો પર વરસાવશે અસીમ કૃપા, થઇ જશો ધન્ય-ધન્ય

ભગવાન શિવશંકરનું એક નામ ભોલેનાથ પણ છે. આ નામ અનુસાર ભગવાન ભોલેનાથ તેમના તમામ ભક્તો પર ખૂબ જ આશીર્વાદ વરસાવે છે. ભક્તોમાં ભગવાન શિવ વિશે…

ભગવાન શિવશંકરનું એક નામ ભોલેનાથ પણ છે. આ નામ અનુસાર ભગવાન ભોલેનાથ તેમના તમામ ભક્તો પર ખૂબ જ આશીર્વાદ વરસાવે છે. ભક્તોમાં ભગવાન શિવ વિશે વધુને વધુ જાણવાની ઈચ્છા હોય છે. આટલું જ નહીં, શિવભક્તો એવી દરેક રીત વિશે જાણવા માગે છે કે જેનાથી તેઓ ભગવાન શિવને પ્રસન્ન કરી શકે. એ પણ સાચું છે કે શિવ તેમના ભક્તો પર ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અથવા સરળ રીતે કહીએ તો, શિવ ફક્ત તેમના ભક્તોની સાચી શ્રદ્ધા અને લાગણી જુએ છે, જે કોઈ સાચા હૃદયથી શિવની પૂજા કરે છે, તેની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે.

પરંતુ જ્યોતિષીઓનું પણ માનવું છે કે, ભગવાન શિવજી આ અક્ષરથી શરુ થતા નામ પર પોતાની અસીમ કૃપા વરસાવે છે અને જે ભગવાન શિવની ત્રીજી આંખમાં રહે છે. એટલે કે આ અક્ષરના નામના લોકો પર ભગવાન શિવ પોતાની અસીમ કૃપા વરસાવે છે.

મ અક્ષરથી શરુ થનાર નામ પર ભગવાન શિવ વરસાવશે અસીમ કૃપા:
મ અક્ષરથી શરુ થતા નામ પર ભગવાન શિવની નજર રહે છે. આ અક્ષરના નામના લોકો પર શિવની વિશેષ કૃપા બની રહે છે. આ જ કારણ છે કે ભગવાન શિવની કૃપાથી તેમને વેપારમાં પણ ઘણો ફાયદો થાય છે. આ સિવાય જે લોકો નોકરીની શોધમાં છે તેમને સરળતાથી નોકરી મળી જાય છે.

ક અક્ષરથી શરુ થનાર નામ પર ભગવાન શિવ વરસાવશે અસીમ કૃપા:
ક અક્ષરથી શરુ થનાર નામ વાળા લોકોની ભગવાન સુરક્ષા કરે છે. તેમના પર પણ ભગવાન શિવની અસીમ કૃપા રહે છે. આ અક્ષરથી શરુ થતા નામ વાળા લોકોના પરિવારમાં ચાલી રહેલી પરેશાનીઓનો અંત આવશે. એટલે કે હવે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. આની સાથે તમને પૈસા મળવાની પણ સંભાવના છે. જો કે આવનારો સમય તમારા માટે ઘણો ભાગ્યશાળી સાબિત થશે.

ય અક્ષરથી શરુ થનાર નામ પર ભગવાન શિવ વરસાવશે અસીમ કૃપા:
ય અક્ષર પરથી શરુ થતા નામના લોકો પર શિવજી પોતાના આશીર્વાદ વરસાવશે. જ્યાં એક તરફ આ લોકોને તેમના મિત્રો અને પરિવારનો સહયોગ મળશે. તો બીજી તરફ તમને અચાનક ધન પણ પ્રાપ્ત થશે એટલે કે, જો આપણે સરળ રીતે કહીએ તો શિવની કૃપાથી તમને પૈસા અને પરિવાર બંનેનો સહયોગ મળશે. તમને ખુશી મળશે તેની સાથે તમારા ઘરનું વાતાવરણ પણ ખુશનુમા રહેશે. શિવની કૃપાથી તમને કોઈ સારા સમાચાર પણ મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *