ભારતભરમાં ઘણા બધા અદભુત અને આકર્ષક મંદિરો આવેલા છે જેની સુંદરતા કોઈપણ વ્યક્તિને પોતાની તરફ ખેંચી લાવે છે. આ મંદિરોમાંથી એક મંદિર નેપાળના કાઠમાંડુથી લગભગ 10 કિલોમીટર દૂર છે. નેપાળના શિવપુરી માં ભગવાન વિષ્ણુનું મંદિર ખૂબ જ સુંદર અને સૌથી મોટું છે.
આ મંદિર પોતાની કોતરણી થી ખૂબ જ પ્રસિદ્ધ છે. અહીં સ્થાપિત આ મંદિર બુઢા નીલકંઠ મંદિરના નામથી ઓળખવામાં આવે છે. મંદિરમાં ભગવાન વિષ્ણુની સૂતી પ્રતિમા બિરાજમાન છે જે લોકોને પોતાના તરફ આકર્ષિત કરે છે. મંદિરમાં બિરાજમાન આ મૂર્તિ ની લંબાઈ પાંચ મીટર અને તળાવની લંબાઈ 13 મીટર છે. જે બ્રહ્માંડના સમુદ્રનું પ્રતિનિધિત્વ કરે છે.
ભગવાન વિષ્ણુની પ્રતિમાને ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવી છે અને દર્શાવવામાં પણ આવી છે કે તળાવમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ શેષનાગની કુંડળીમાં બિરાજિત છે. તેમના 11 માથા એકબીજાને ટકરાતા જોવા મળે છે. વિષ્ણુજી ની આ પ્રતિમામાં વિષ્ણુના ચાર હાથ તેમના દિવ્ય ગુણોને બતાવી રહ્યા છે. પહેલું ચક્ર મનનું પ્રતિનિધિત્વ કરે છે.
પૌરાણિક કથા અનુસાર સમુદ્રમંથન સમયે સમુદ્રમાંથી વિષ નિકળ્યું હતું. સૃષ્ટિને બચાવવા માટે શિવજીએ તે વિષને પોતાના ખોળામાં સમાવી લીધું હતું અને ત્યારથી શિવજી નું નામ નીલકંઠ પડ્યું હતું. જ્યારે વિષ થી તેમનું ગળું બળવા લાગ્યું ત્યારે તે કાઠમાંડુંથી ઉત્તરની તરફ ગયા અને એક તળાવ બનાવવા માટે પોતાના ત્રિશુળથી પર્વત ઉપર એક તળાવ બનાવ્યું અને તે તળાવથી પોતાની તરસ છુપાવી અને આ તળાવને ગોસાઈ કુંડના નામથી જાણવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.