મધ્યપ્રદેશના ભૂરખેડી ગામમાં એક ખૂબ રસપ્રદ લગ્ન થયા. એક વૃદ્ધ વ્યક્તિને હોસ્પીટલમાં ઈલાજ દરમિયાન એક વૃદ્ધ મહિલા સાથે પ્રેમ થઈ ગયો અને ઘરવાળાઓએ બંનેના લગ્ન કરાવી દીધા. આ લગ્નમાં વરરાજાની ઉંમર ૭૦ વર્ષની છે તેમજ વહુની ઉંમર ૫૫ વર્ષની છે.
હકીકતમાં ૭૦ વર્ષના ઓમકારસિંહ જીલ્લા હોસ્પિટલમાં દાખલ હતા. ત્યારે તેમની મુલાકાત ૫૫ વર્ષની ગુડ્ડીબાઈ સાથે થઈ. ત્રણ દિવસની મુલાકાત બાદ બંનેએ વધેલું જીવન સાથે પસાર કરવાનું વિચાર્યું.
ત્યારબાદ ચાર દીકરાઓના પિતા ઓમકારસિંહ ગુડ્ડી બાઈને રિક્ષા દ્વારા ઘરે લઈ આવ્યા અને બાળકો સામે સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારબાદ ગામ વાળા અને તેમના દીકરાઓ અને વહુઓ એ તેમના લગ્ન કરાવવાના નક્કી કર્યા. આ લગ્નમાં દીકરા વહુ અને સંબંધીઓ ખૂબ નાચ્યા.
આ લગ્નમાં ગામના સરપંચ, સચિવે પણ ઢોલ વગડવ્યા. ગુડ્ડી બાઈના પણ બે દીકરા અને એક દીકરી છે. ખૂબ ધૂમધામથી બંનેના લગ્ન કર્યા. લગભગ ત્રણ વર્ષ પહેલા ઓમકારસિંહના પ્રથમ પત્નીનું મૃત્યુ થયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews