ગાઝિયાબાદમાં લવજેહાદનો નવો કિસ્સો સામે આવ્યો છે. OYO હોટલમાંથી બહાર નીકળતાં જ એક મુસલમાન યુવકને હિંદુ યુવકોએ પકડી લીધો હતો. યુવક મોહમદ મોહસીન અલી એક યુવતી સાથે હોટલમાંથી બહાર નીકળ્યો હતો.બરાબર ત્યારેજ હિંદુ યુવાનોએ આ વિધર્મી યુવકને ઝડપી પાડ્યો હતો.
આ ઘટનાની હકીકત એવી સામે આવી રહી છે કે એક યુવકે પોતાનું નામ (Mohammad Mohsin Ali) બદલીને હિન્દુ યુવતીને ફસાવી હતી અને હિન્દુ સંગઠનના લોકો એ મોહસીન પાસેથી આ બાબતે સંપૂર્ણ કબૂલાત કરાવી લીધી હતી.
અમન ઉર્ફે મોહસીન અલીએ યુવતીનો અશ્લીલ વીડિયો બનાવ્યો હતો અને તેના મોબાઈલમાં યુવતીઓના વીડિયો અને ફોટો પણ મળી આવ્યા હતા.
હિન્દુ સંગઠનના યુવાનોએ લવ જેહાદ જેવો કાયદો બનાવવા બદલ વીડિયોમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીનો હાથ જોડીને ખુબ ખુબઆભાર માન્યો હતો. આ વીડિયો ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના અંકુર વિહાર પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એ જ સંગઠનનો યુવક હતો જે સંગઠને દિલ્હીમાં કન્હૈયા કુમારને જાહેરમાં તમાચો માર્યો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App