અરે બાપ રે! ઓનલાઇન ડેટિંગ એપમાં સેટિંગ કરવાનું ભુલાઈ ગયું તોય કિસ્મત ચમકી ગઈ, 25 વર્ષનો છોકરો ને 48 વર્ષની મહિલાની પ્રેમ કહાની

હાલ એક ખુબ જ અનોખી લવ સ્ટોરી(Love story) સામે આવી છે. જેમાં 48 વર્ષની છૂટાછેડા(Divorce) લીધેલી મહિલાને 25 વર્ષના છોકરા સાથે પ્રેમ થઈ ગયો. તેઓ એક ઓનલાઈન ડેટિંગ એપ(Online dating app) દ્વારા મળ્યા હતા. મહિલાનું કહેવું છે કે તે ડેટિંગ એપ પર ઉંમરની સેટિંગ સુધારવાનું ભૂલી ગઈ હતી. જેના કારણે તેને આકસ્મિક રીતે નાની ઉંમરનો જીવનસાથી મળી ગયો. જો કે, તે વ્યક્તિ સાથે ચેટ કર્યા પછી, મહિલાને લાગ્યું કે તેને ટિન્ડર પર યોગ્ય મેચ મળી છે.

મળતી માહિતી અનુસાર, યુવતીનું નામ રશેલ કોડેલ છે. તેમની ઉંમર હવે 48 વર્ષની છે. વેબ ડિઝાઇનર રશેલ અમેરિકાના ન્યૂયોર્કની રહેવાસી છે. તેણે સપ્ટેમ્બર 2020માં તેના પતિથી છૂટાછેડા લીધા હતા. તેમને 23 અને 19 વર્ષના બે બાળકો છે. ત્યારે છૂટાછેડા પછી સિંગલ લાઈફ જીવી રહેલી રશેલે ગયા વર્ષે ડેટિંગ એપ ટિન્ડર પર એકાઉન્ટ બનાવ્યું હતું. પરંતુ ત્યાં તે તેની ઉંમરની સેટિંગ બદલવાનું ભૂલી ગઈ. જેના કારણે તેને યુવાન છોકરાઓના સૂચનો જોવા મળ્યા હતા. આ દરમિયાન, રશેલ પોતાનાથી 23 વર્ષ નાના એલેક્સ માઇકલને મળી. માઈકલ 25 વર્ષનો છે.

બંને વચ્ચે ચેટ પર વાતચીત શરૂ થઈ. થોડા જ દિવસોમાં રશેલ માઈકલને ગમી ગઈ અને તે તેના પ્રેમમાં પડી ગઈ. રશેલ ન્યૂયોર્કથી ફ્લાઈટમાં માઈકલને મળવા ટેક્સાસ પહોંચી. યુગલ કહે છે કે ‘ઉંમર માત્ર એક સંખ્યા છે’. ઉંમરમાં મોટો તફાવત હોવા છતાં, તેઓએ સાથે રહેવાનું નક્કી કર્યું.

રશેલ કૌડેલ કહે છે- ‘હું કંઈક અલગ કરવાનો પ્રયાસ કરવા માંગતી હતી. હું મારી સ્વતંત્રતા માણી રહી છુ. આ દરમિયાન, મારા મિત્રોએ મને ટિન્ડરનો ઉપયોગ કરવા સમજાવ્યું હતું. શરૂઆતમાં હું ખૂબ મૂંઝવણમાં હતી. મને ટિન્ડર પર સતત મેસેજ આવી રહ્યા હતા. અનિચ્છનીય ફોટા મોકલવામાં આવી રહ્યા હતા. મને આ બધું ગમ્યું નહીં. પછી એલેક્સ માઈકલનો મેસેજ આવ્યો. જ્યારે મેં તેનો ફોટો જોયો, ત્યારે મને તે થોડો સારો લાગ્યો. આ પછી અમે વાત કરવાની શરુ કરી હતી.

આ પછી તેઓએ એકબીજાનો નંબર લીધો. ફોન પર વાત થવા લાગી. રશેલને માઈકલની વાતચીતની શૈલી, તેનો દેખાવ, બધું જ ગમતું હતું. થોડા દિવસોમાં તે તેના પ્રેમમાં પડી ગયો. જ્યારે તેણી તેને મળવા માટે ટેક્સાસ ગઈ, ત્યારે માઈકલ તેના માતા-પિતાની કાર લઈને રશેલને ડિનર પર લઈ ગયો. છૂટાછેડાના થોડા સમય પછી, તેને ફરીથી પ્રેમ મળી ગયો અને ત્યારથી રશેલ અને માઇકલ આજ સુધી સાથે રહે છે.

મિત્રો, સંબંધીઓ તરફથી ટીકાનો સામનો કરવો પડ્યો:
બંનેને તેમના સંબંધોના કારણે મિત્રો અને સંબંધીઓની ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે, આ બધાની પરવા કર્યા વિના, આ કપલ તેમના જીવનમાં ખુશ છે. તેમની જોડી TikTok પર ઘણી ફેમસ છે. તે પોતાની રોજબરોજની જીંદગી સાથે જોડાયેલી વસ્તુઓ ત્યાં શેર કરતો રહે છે. તેના એક વીડિયોને 6 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *