પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, મારામારી બાદ ગામના લોકોએ કરાવી દીધા લગ્ન

Lovers caught viral: બિહારના મુજફરપુરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. અહીંયા પરિણીત પ્રેમિકાને સંતાઈને મળવા પહોંચેલો પ્રેમી રંગે હાથ ઝડપાઈ ગયો હતો. ત્યારબાદ લોકોએ તેની ધોલાઈ કરી હતી. પછી ગામના લોકોએ તેમના લગ્ન (Lovers caught viral) કરાવી દીધા. આ વિચિત્ર ઘટના મુજફ્ફરપુર જિલ્લાના બારીયારપુર પોલીસ સ્ટેશન વિસ્તારના લક્ષ્મીપુર ગામની છે. આવો તમને જણાવ્યા સમગ્ર ઘટના વિશે..

મળતી જાણકારી અનુસાર મયંક નામનો યુવકને લક્ષ્મીપૂરની ફેન્સી નામની એક વિવાહિત મહિલા સાથે પ્રેમ સંબંધ હતો. ગત શુક્રવારની રાત્રે મયંક પોતાની પ્રેમિકા ફેન્સીને મળવા તેના ઘરે પહોંચ્યો હતો. બંને ઘરમાં સંતાઈને વાતચીત કરી રહ્યા હતા. એવામાં છોકરીના પિતા સચેન્દ્રસિંહ તેમને જોઈ ગયા હતા. તેમણે તરત જ આ બંનેને ઝડપી પાડ્યા હતા અને હંગામો મચી ગયો. જમનો અવાજ સાંભળી ગામના લોકો પણ ભેગા થઈ ગયા હતા.

હંગામો થયો, પોલીસ આવી, પછી લગ્નનો નિર્ણય લેવાયો
ત્યારબાદ ટોળાએ પ્રેમીને ઘેરી લીધો અને તેની ખૂબ ધોલાઈ કરી હતી. આ દરમિયાન મયંક દયાની ભીખ માંગતો રહ્યો, પરંતુ ગુસ્સે ભરાયેલા લોકોએ તેની એક પણ વાત ન સાંભળી અને મારપીટ ચાલુ

રાખી હતી. આ દરમિયાન આ મામલાની જાણકારી કોઈએ પોલીસને આપી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી પરંતુ ત્યાં સુધીમાં તો ગામવાળાએ પોતાની રીતે જ આ મામલાને થાળે પાડવાનું નક્કી કરી લીધું હતું. ગામના લોકો અને પરિવારજનોએ પરસ્પરની સહમતીથી પ્રેમી પ્રેમિકાના લગ્ન કરાવવાનું નિર્ણય કર્યો. ત્યારબાદ ગામના જ મંદિરમાં હિન્દુ રીતે બંનેના લગ્ન કરાવી દેવામાં આવ્યા અને પોલીસને પણ કોઈ પણ કાર્યવાહી કર્યા વગર જ પાછું કરવું પડ્યું.

પહેલેથી જ લગ્ન થઈ ચૂક્યા હતા ફેન્સીના, પતિને છોડી ચુકી હતી
આ છોકરી પહેલેથી જ વિવાહિત હતી. તેના લગ્ન 2022 માં એક યુવક સાથે થયા હતા. પરંતુ ત્યારબાદ ખબર પડી હતી કે પતિ મંદ બુદ્ધિનો છે. એટલા માટે તે લગ્ન થયાના છ મહિના બાદ પોતાના પિયર પાછી આવી હતી. જોકે હજુ સુધી તેના છૂટાછેડા નથી થયા. પરંતુ પરિવારના લોકોએ તેમના લગ્ન મયંક સાથે કરાવી દીધા અને સાસરીયે વળાવી પણ દીધી હતી.