બિહારના ગોપાલગંજમાં એક યુવકને તેની પરિણીત પ્રેમિકાને મળવાનું ભારે પડી ગયુ. મહિલાના સાસરિયાઓએ પ્રેમીને બેડરૂમમાં રંગે હાથે પકડ્યો. આ પછી, તેણે પ્રેમીને રસ્તા પર ખેંચ્યો અને એટલી મારપીટ કરી કે હવે તે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે.
હકીકતમાં ગોપાલગંજ ગામમાં રાતના અંધારામાં એક યુવક પરિણીત પ્રેમિકાને મળવા તેના સાસરે પહોંચ્યો હતો. મહિલાના સાસરિયાઓને તેની ખબર મળી અને તેઓએ પ્રેમીને બેડરૂમમાંથી પકડ્યો.
આ પછી સાસરિયાઓએ યુવકને ઘરમાંથી ખેંચીને બહાર કાઢ્યો અને તેને નગ્ન કરી મારવાનું શરૂ કર્યું. અવાજ સાંભળીને આસપાસના લોકો એકઠા થઈ ગયા અને સમગ્ર મામલો જાણીને ટોળાએ યુવકને લાત અને લાકડા વડે ખરાબ રીતે માર માર્યો હતો.
આક્ષેપો મુજબ, પરિવારના સભ્યોએ યુવાનના પગે દોરડું બાંધ્યું હતું અને તેને ઘણા અંતર સુધી ખેંચીને માર માર્યો હતો. કેટલાક વડીલ ગ્રામજનોની સમજાવટ પર ટોળાએ આરોપી પ્રેમીને છોડી દીધો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો, ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકનો જીવ બચાવ્યો હતો અને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા.
અહેવાલ મુજબ, ગ્રામજનોએ જણાવ્યું હતું કે યુવક જે પરિણીત મહિલાને મળવા આવ્યો હતો તે ચાર બાળકોની માતા છે. જો કે વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ આ ઘટના અંગે કોઈ નિવેદન આપવાની ના પાડી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews