‘વેલેન્ટાઇન્સ ડે’ ના દિવસે જ પ્રેમિકાએ આપ્યું પ્રેમીને દર્દનાક મોત- ધગધગતી આગમાં જીવતો સળગાવ્યો

વેલેન્ટાઇન્સ ડે ના દિવસે જ એક દર્દનાક ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રના(Maharashtra) નાસિક(Nashik) જિલ્લામાં પ્રેમિકા અને તેના પરિવારના હાથે જીવતા સળગાવી દેવામાં આવેલા યુવકનું દર્દનાક મોત(Death) થયું છે. જાણવા મળ્યું છે કે, બે દિવસ પહેલા 80 ટકા દાઝી ગયા બાદ યુવકનું વેલેન્ટાઈન ડેના દિવસે મોત થયું હતું.

મળતી માહિતી અનુસાર સાત વર્ષ પછી પ્રેમિકાએ તેના પ્રેમીને છોડી દીધો અને બીજે ક્યાંક સંબંધ બનાવ્યો હતો. ત્યારબાદ લગ્ન સમયે કે પછી ભેદ ઉજાગર ન થાય તેવી શંકા જતાં પ્રેમિકાએ પોતાના હાથે પોતાના જ પ્રેમનું ગળું દબાવી દીધું હતું. સળગતી આગમાં તેના પ્રેમીને જીવતો સળગાવી દીધો.

બેવફાઈના કારણે તે પ્રેમીની કમનસીબીએ તેને 80 ટકા દાઝી ગયા પછી પણ બે દિવસ જીવતો રાખ્યો, તે વેલેન્ટાઈન ડે (14 ફેબ્રુઆરી, સોમવાર) ના રોજ મૃત્યુ પામ્યો. આ દર્દનાક, ભયાનક અને ઘાતકી હત્યાના સમાચાર મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના છે. એક રીપોર્ટ અનુસાર હત્યાના આરોપમાં તેની ગર્લફ્રેન્ડ સહિત તેના માતા-પિતાની પણ ધરપકડ કરવામાં આવી છે.

મળેલી માહિતી મુજબ મૃતકનું નામ ગોરખ બચ્છવ છે. ગોરખ બચ્છવનું નિધન વેલેન્ટાઈન ડેના દિવસે થયું હતું. પ્રેમિકા, તેના માતા-પિતા અને બે ભાઈઓ માલેગાંવના રાવલગાંવ તાલુકાના રહેવાસી છે. આ લોકોએ ગોરખ બછાવના ગામમાં જઈને તેના શરીર પર પેટ્રોલ નાંખીને આગ ચાંપી દીધી હતી. જીવતા સળગી જવાને કારણે ગોરખ બચ્છવનું શરીર 80 ટકા જેટલું બળી ગયું હતું. આ ઘટના શુક્રવારે બની હતી.

સાત વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બ્રેકઅપ થયું હતું. ત્યારબાદ પ્રેમિકાનો સંબંધ બીજે નક્કી થયો હતો. ગર્લફ્રેન્ડને માત્ર ડર હતો કે તેના પતિની સામે રહસ્ય જાહેર ન થઈ જાય. પરંતુ આ શંકામાં તે તેના પતિને આટલી નિર્દયતાથી મારી નાખશે, એવું ગોરખ બચ્છવે ક્યારેય વિચાર્યું ન હતું. આ કામમાં તેનો આખો પરિવાર તેની ગર્લફ્રેન્ડનો સાથ આપી રહ્યો હતો.

શુક્રવારથી જ નાશિકની જિલ્લા હોસ્પિટલમાં ગોરખ બચ્છવની સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. દેવલા પોલીસે આ કેસમાં તેના માતા-પિતા અને પ્રેમિકા કલ્યાણી સોનાવણે સહિત બે ભાઈઓની પણ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *