તૌક્તે ગયુ નથી ત્યાં દરિયામાં ઉભું થયું બીજું વાવાઝોડું, 26 મી તારીખે આ શહેરથી રાજ્ય પર ત્રાટકશે

અરબ સમુદ્રમાંથી શરૂ થયેલા તાઉ-તે વાવાઝોડાએ હાલ મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના ઘણાં જિલ્લાઓમાં તબાહી મચાવી છે. આ વાવાઝોડામાં જાનહાની ઓછી થઈ છે. પરંતુ, આર્થિક નુકસાન કરોડોનું થયું છે. જણાવી દઈએ કે, તાઉ-તે વાવાઝોડું હજી આજે રાજસ્થાન પહોંચ્યું છે. આ દરમિયાન હજી તાઉ-તે વાવાઝોડું સંપૂર્ણ રીતે શાંત પણ નથી થયું ત્યાં બંગાળની ખાડીમાં વધુ એક લો-પ્રેશર વાવાઝોડું સર્જાઈ રહ્યું છે. આ વાવાઝોડાની અસર 23 મેથી શરૂ થશે અને 26મે સુધીમાં ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ત્રાટકશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

આ અંગે ધી ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના સીનિયર અધિકારી એચ.આર. બિસ્વાસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ સપ્તાહના અંતમાં દક્ષિણ બંગાળની ખાડીમાં વધુ એક લો-પ્રેશર સિસ્ટમ સર્જાઈ રહી છે. આ સિસ્ટમની અસર 23 મેથી જોવા મળશે. આઈએમડી વિભાગ દ્વારા અત્યારે સતત આ નવી સર્જાતી લો-પ્રેશર સિસ્ટમ પર નજર રાખવામાં આવે છે. આ વાવાઝોડું 26 મેના રોજ ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ત્રાટકશે તેવી શક્યતા છે. આ વાવાઝોડાનું નામ “Yaas” જાહેર કરવામા આવ્યું છે.

સામાન્ય રીતે, ઉત્તર હિંદ મહાસાગરમાં ઉષ્ણકટિબંધીય વાવાઝોડું ચોમાસાની પહેલા અને પછીના સમયગાળા દરમિયાન ફુંકાતું હોય છે. જે મુખ્યત્વે ઓક્ટોબર અને ડિસેમ્બર મહિના દરમિયાન પરિણમે છે. ભારતીય દરિયા કિનારાઓને પ્રભાવિત કરતા વાવાઝોડાં મુખ્યત્વે મે-જૂન અને ઓક્ટોબર-નવેમ્બર વચ્ચેનાં સમયગાળા દરમિયાન ફુંકાતા હોય છે.

તાઉ-તે વાવાોઝોડાની સિસ્ટમ અરબી સમુદ્રમાં સર્જાઈ હતી. 16 મેના રોજ તાઉ-તે મજબૂત રીતે મુંબઈ તરફ આગળ વધ્યું હતું અને 17મે ના રોજ બપોર પછી જ ગુજરાતમાં તેની અસર દેખાવા લાગી હતી. ગુજરાતમાં વેરાવળ, ઉના, ભાવનગર, મહુવા અને અમદાવાદમાં તાઉ-તે વાવાઝોડાના કારણે ઘણી તારાજી પણ જોવા મળી હતી. 18 તારીખે મોડી સાંજથી તાઉ-તે રાજસ્થાન તરફ આગળ વધ્યું છે. આ ઉપરાંત 17-18 તારીખે મુંબઈ અને ગુજરાતના ઘણાં શહેરોમાં ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળ્યો હતો.

કોઈપણ ઉષ્ણકટિબંધીય વાવાઝોડાંને જીવંત રાખવા માટે ઊર્જાની જરૂર હોય છે. આ ઊર્જા સામાન્ય રીતે સમુદ્રની સપાટી પર રહેલા ગરમ પાણી અને બાષ્પ દ્વારા ઉત્પન્ન થાય છે. આ અંગે માહિતી મળી છે કે, અત્યારે 50 મીટર ઊંડાઈ સુધી સમુદ્રનું પાણી ગરમ છે. જે આ ચક્રવાતને ઊર્જા પૂરી પાડવા માટે સક્ષમ છે. આ પ્રકારનું વાતાવરણ જ તાઉ-તે વાવાઝોડાંની ગતિ પૂરી પાડે છે.

વાર્ષિક અભ્યાસ અનુસાર બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સરેરાશ સ્વરૂપે 5 વાવાઝોડાંનું સર્જન થતું રહેતું હોય છે. જેમાંથી બંગાળની ખાડીમાં 4 ચક્રવાત ઉત્પન્ન થયા છે અને તે અરબી સમુદ્ર કરતા વધુ તીવ્ર અને ગરમ હોય છે. જાણવા મળ્યું છે કે, અરબી સમુદ્રમાં જે વાવાઝોડું ઉત્પન્ન થાય છે તે સામાન્ય રીતે લક્ષદ્વીપ વિસ્તાર અને મોટાભાગે પશ્ચિમ દિશામાં અથવા ભારતના પશ્ચિમી દરિયાકાંઠેથી પસાર થાય છે. જોકે તાજેતરનાં વર્ષોમાં હવામાન શાસ્ત્રી દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો તેમાં જાણવા મળ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગને કારણે હવે અરબી સમુદ્ર પણ ગરમ થઈ રહ્યો છે.

આ દરમિયાન ચોમાસાનાં પૂર્વગાળા એટલે કે એપ્રિલ-જુનમાં અરબી સમુદ્રમાં સતત ચાર વર્ષથી વાવાઝોડું ફૂંકાવવાની ઘટના પ્રકાશમાં આવતી રહે છે. તાઉ-તે વાવાઝોડું જો કિનારા સુધી પહોંચ્યું તો ગુજરાત અને મહારાષ્ટ્રનાં વિવિધ દરિયાકિનારે આવેલા પ્રદેશો પર પ્રભાવ પડ્યો હોત. 2018 પછી જેટલા પણ વાવાઝાડાં ફૂંકાયા છે તે ‘ગંભીર ચક્રવાત’ અથવા તો એનાથી પણ વધુ પ્રચંડ અને વિનાશક નોંધવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *