ઘરેલું LPG ગેસ સીલીન્ડર બુક કરાવવા માટે નવો કાયદો આવ્યો અમલમાં – હવેથી આ નંબર પર કરવો પડશે કોલ 

જયારે પણ ઘરમાં ગેસ સીલીન્ડર પૂર્ણ થઈ જાય ત્યારે મોબાઈલ નંબર પર કોલ અથવા તો મેસેજ કરીને સીલીન્ડર બુક કરવી શકતાં હતાં પરંતુ હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. દેશની સૌથી મોટી સરકારી ઓઈલ માર્કેટિંગ કંપની IOC એટલે કે, ‘India Oil Corporation’ ઈન્ડીયનના નામથી ગેસ એજન્સી ડિસ્ટ્રીબ્યુશન સર્વિસ ચલાવે છે. જો તમે ઈન્ડેન સિલિન્ડરના ગ્રાહક છો તો આજથી હવે જુના નંબર પર ગેસ બુક કરાવી શકાશે નહી.

LPG ગ્રાહકને ગેસની બોટલ બુક કરાવવા માટે નવો નંબર મોકલ્યો છે. આ નંબર દ્વારા તમે ગેસ રિફિલ બુક કરાવી શકશો. ઈન્ડિયન ઓઈલ તરફથી જાહેર કરવામાં આવેલ નંબરનો ઉપયોગ ઈન્ડેનના સમગ્ર દેશના ગ્રાહકો IVR અથવા તો SMS મારફતે ગેસ બુકિંગ કરાવી શકો છો. ઈન્ડિયન ઓઈલે જણાવતાં કહ્યું હતું કે, પહેલા રસોઈ ગેસ બુકિંગ કરાવવા માટે દેશના વિવિધ વિસ્તાર સર્કલ માટે અલગ-અલગ મોબાઈલ નંબર આપવામાં આવ્યા હતા.

હવે દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપની દ્વારા બધાં જ સર્કલ માટે એક નંબર જાહેર કરવામાં આવ્યો છે, એનો અર્થ એ છે કે, હવે ઈન્ડિયન ગેસના સમગ્ર દેશના ગ્રાહકોએ LPG સિલિન્ડર બુક કરાવવા માટે ‘7718955555’ પર કોલ અથવા SMS મોકલવો પડશે.

ઈન્ડિયન ઓઈલે જણાવતાં કહ્યું હતું કે, હવે કંપનીના રસોઈ ગેસના ગ્રાહકો કોઈપણ સમયે આ નંબર પરથી ગેસ સિલિન્ડર બુક કરાવી શકશે. જો તમે ફોન કરીને ગેસ સિલિન્ડર બુક કરાવવા માંગો છો તો, તમને આપેલ નંબર પર પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી કોલ કરવાનો રહેશે.

ત્યારપછી બુકિંગ માટે કોલ સાંભળી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. જો તમે SMS મારફતે ગેસ સિલિન્ડર બુક કરાવવા માંગો છો તો, તમારે એની માટે રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી SMS કરવાનો રહેશે. ઈન્ડેન તરફથી જાહેર કરવામાં આવેલ આ દેશવ્યાપી નંબરથી કંપનીના ગ્રાહકોને સારી સુવિધા મળશે.1 નવેમ્બરથી ડોમેસ્ટિક સિલિન્ડરની ચોરી અટકાવવા માટે તથા સાચા ગ્રાહકની ઓળખ માટે તેલ કંપનીઓ નવી LPG સિલિન્ડર ડિલેવરી સિસ્ટમ અમલમાં લાવવાની છે.

શું છે નવી સિસ્ટમ અને હોમ ડિલેવરી કેવી રીતે થશે?
આ નવી સિસ્ટમને DAC નું નામ આપવામાં આવ્યું છે એટલે કે, ડિલેવરી ઓથેન્ટિકેશન કોડ. હવે ફક્ત બુકિંગ કરાવી લેવાથી તમારા ઘરે સિલિન્ડરની ડિલેવરી થશે નહી પરંતુ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક કોડ આવશે, તે કોડને તમે જ્યાં ડિલેવરી બોયને બતાવશો નહીં ત્યાં સુધી ડિલેવરી થશે નહીં. જો કે, કોઈ ગ્રાહક એવા પણ છે કે, જેમણે ડિસ્ટિબ્યુટરની પાસે મોબાઈલ નંબર અપડેટ કરાવ્યો નથી, તો ડિલેવરી બોયની પાસે એક એપ્લીકેશન હશે.

જેના દ્વારા તમે રિયલ ટાઈમ પોતાનો નંબર અપડેટ કરાવી શકશો. ત્યારપછી કોડ જનરેટ કરી શકશો. આ સિસ્ટમ અમલમાં આવ્યા બાદ એવા ગ્રાહકોની મુશ્કેલીમાં વધારો થઈ જશે, જેમનું એડ્રેસ ખોટું છે તથા મોબાઈલ નંબર ખોટો છે. જેને કારણે એમની સિલિન્ડરની ડિલેવરી રોકવામાં આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *