છેલ્લા 10 દિવસમાં જ બીજીવાર ગેસ સીલીન્ડરના ભાવમાં થયો તોતિંગ વધારો- જાણો નવી કિંમત

ડીઝલ-પેટ્રોલના વધતા ભાવોથી પરેશાન લોકોને વધુ એક આંચકો લાગ્યો છે. પેટ્રોલિયમ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં સીધા 50 રૂપિયા વધારો કર્યો છે. તેનો અમલ રવિવારની રાત્રે 12 વાગ્યાથી કરવામાં આવ્યો છે. હવે દિલ્હીમાં 14.2 કિલો ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત 769 રૂપિયા થશે.

ફેબ્રુઆરીમાં ગેસ સિલિન્ડરના ભાવમાં બીજી વખત વધારો કરવામાં આવ્યો છે. આ અગાઉ 4 ફેબ્રુઆરીએ બિન સબસિડીવાળા સિલિન્ડર 25 રૂપિયા મોંઘા થઈ ગયા હતા, એટલે કે ફેબ્રુઆરીમાં જ ઘરેલું ગેસના ભાવમાં 75 રૂપિયા વધારો કરવામાં આવ્યો છે.

ડિસેમ્બરમાં પણ કિંમતોમાં બે વખત વધારો કરવામાં આવ્યો હતો…
જાન્યુઆરીમાં ઓછેલ્લા 10 દિવસમાં જ બીજીવાર ગેસ સીલીન્ડરના ભાવમાં થયો તોતિંગ વધારો- જાણો નવી કિંમતઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજીના ભાવમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. જોકે, ડિસેમ્બરમાં બે વાર 50-50 રૂપિયાની વૃદ્ધિ થઈ છે. બજેટના દિવસે એટલે કે 1 ફેબ્રુઆરીએ, સબસિડી વિના 14.2 કિલો ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો થયો નથી, જોકે 19 કિલોના વ્યાપારી સિલિન્ડરના ભાવમાં 191 રૂપિયા વધારો થયો છે.

સરકાર 12 ગેસ સિલિન્ડર પર સબસિડી આપે છે…
એક વર્ષમાં દરેક ગેસ કનેક્શન માટે સરકાર 14.2 કિલોગ્રામના 12 સિલિન્ડરને સબસિડી આપે છે. ગ્રાહકે દરેક સિલિન્ડર પર સબસિડી સહિતની કિંમત ચૂકવવી પડે છે. બાદમાં સબસિડીના પૈસા ખાતામાં પરત આવે છે. જો ગ્રાહકો આના કરતા વધુ સિલિન્ડર લેવા માંગતા હોય, તો તેઓએ બજાર ભાવે ખરીદી કરવી પડશે. ઓઇલ કંપનીઓ દર મહિને એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે. આ વધારો અથવા ઘટાડો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવ અને યુએસ ડોલરના વિનિમય દર પર આધારિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *