ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ની રાજધાની લખનઉ (Lucknow) ના રોડ પર કચરાની ગાડી જઈ રહી છે અને તેના પર એક વ્યક્તિ પુશઅપ(Push up) કરી રહ્યો છે તેનો વિડીયો હાલ ખુબ જ વાયરલ (stunt gone wrong Viral video) થઈ રહ્યો છે. આ વિડીયો સામે આવ્યા બાદ લોકો યુવકના વખાણ કરી રહ્યા હતા, પરંતુ હવે વધુ એક વિડીયો સામે આવ્યો છે, જેને જોઇને સૌ કોઈ દંગ રહી ગયા છે.
गोमतीनगर, लखनऊ का कल रात का दृश्य-
बन रहे थे शक्तिमान, कुछ दिनों तक नहीं हो पाएंगे विराजमान!
चेतावनी: कृपया ऐसे जानलेवा स्टन्ट न करें! pic.twitter.com/vuc2961ClQ
— Shweta Srivastava (@CopShweta) July 17, 2022
વિડીયો શેર કરતી વખતે, ગોમતી નગરના એડિશનલ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ શ્વેતા શ્રીવાસ્તવે લખ્યું- ‘શક્તિશાળી ન બનો, બુદ્ધિશાળી બનો, કૃપા કરીને આવા જીવલેણ સ્ટંટ ન કરો.’ પહેલા સમજો આ વિડીયોમાં શું છે, જેના માટે ADCPને આ અપીલ કરવી પડી હતી. વાસ્તવમાં, વિડીયોમાં યુવક સ્પીડમાં જઈ રહેલી કચરાના વાહન પર પુશઅપ કરે છે અને થોડે દૂર પહોચતા જ પડી જાય છે.
Stunt Gone Wrong Viral video
એડીસીપી શ્વેતા શ્રીવાસ્તવ દ્વારા શેર કરાયેલા આ વીડિયોમાં અકસ્માત બાદ ઘાયલ થયેલા છોકરાની તસવીરો પણ છે. તેને ઘણી ઈજાઓ થઈ છે. વિડીયો શેર કરતી વખતે એડીસીપી શ્વેતા શ્રીવાસ્તવે કહ્યું હતું કે, – શક્તિમાન બનવા જઈ રહ્યો હતો પણ હવે થોડા દિવસ સરખો બેસી શકશે નહીં! મહેરબાની કરીને આવા જીવલેણ સ્ટંટ ન કરો!
વાયરલ વિડીયો શનિવાર રાતનો જણાવવામાં આવી રહ્યો છે. સમતા મૂલક ચારરસ્તાથી મ્યુનિસિપલ આરઆર વિભાગ તરફ જતા બંધા રોડ પર સ્ટંટ કરવામાં આવ્યો હતો. લગભગ 24 સેકન્ડના વાયરલ વિડીયોમાં યુવક ચાલતા વાહનની ઉપર પુશઅપ કરી રહ્યો છે. આ પછી, તે શક્તિમાનની જેમ તેના પર ઉભો રહે છે. પરંતુ બીજી જ ક્ષણે તે પોતાનું સંતુલન ગુમાવી બેઠો અને સીધો રોડ પર પડી ગયો. આ અકસ્માતમાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. હાલમાં શક્તિમાન બનેલો યુવક હજુ પણ બેડ રેસ્ટ પર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.