હાલમાં 2 લુંટેરી દુલ્હનને લઈ જાણકારી સામે આવી રહી છે. આ બંને દુલ્હનો ઉજ્જૈનની રહેવાસી છે. બંનેએ 3 મહીના અગાઉ કાપડના વેપારીના 2 ભાઈઓની સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ ઘરમાંથી 8 લાખ રૂપિયાના ઘરેણાં તેમજ 7 લાખની રોકડ રકમ લઈને ભાગી ગઈ છે. પીડિત વેપારીએ બિઓલા પોલીસ મથકમાં બંને વહુઓ, તેનો ભાઈ સંદીપ મિત્તલ, લગ્ન કરાવનાર સહિત 6 લોકોની વિરુદ્ધ FIR નોંધાવી છે.
લગ્ન વખતે જણાવ્યું હતુ કે, તેમનાં માતા-પિતાનું અવસાન થઈ ગયું છે. લગ્ન કરાવવાના નામે 7 લાખ રૂપિયા પણ લેવામાં આવ્યા હતા. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, એક દુલ્હનને તો અગાઉથી જ એક દીકરો પણ છે. ઉજ્જૈનમાં બંને વિરુદ્ધ દગો કરવાની FIR અગાઉથી જ નોંધાવવામાં આવેલ છે.
પોલીસ મથક વિસ્તારના રહેવાસી નાગેન્દ્ર જૈન કાપડના વેપારી છે. ડિસેમ્બર વર્ષ 2020માં તેમનાં નાના ભાઈઓ દિપક જૈન તેમજ સુમિત જૈનના લગ્ન ઉજ્જૈનની રહેવાસી નંદની મિત્તલ તથા રિંકી મિત્તલ સાથે કરવામાં આવ્યા હતા. સંબંધ બંને યુવતીના ભાઈ સંદીપ મિત્તલની સામે નક્કી થયો હતો.
આ સંબંધ સમાજના જ બાબુલાલ જૈને નક્કી કરાવ્યો હતો. બંનેની જાતિ વૈશ્ય વાણિયા જણાવવામાં આવી હતી. લગ્ન કર્યાં પછી નંદની તેમજ રિંકી અંદાજે 15 થી 20 દિવસ સુધી સાસરીયામાં રહી હતી. ત્યારબાદ પોતાનાં પિયરમાં ચાલી ગઈ હતી.
સસરાના રૂમમાં ગઈ ત્યારે તેમને હાર્ટએટેક આવ્યો:
9 જાન્યુઆરી વર્ષ 2021 ના રોજ તેના ભાઈઓ સંદીપ મિત્તલ તથા આકાશ મિત્તલ સાથે આવી હતી. થોડો સમય રૂમમાં સસરાની સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ સસરાને હાર્ટએટેક આવતાં એમને ગંભીર હાલતમાં તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમનું મોત થયું હતું. સસરાના તેરમાં બાદ બંનેએ તબિયત લથડી હોવાનું બહાનું કાઢીને ઘર છોડીને ચાલી ગઈ હતી.
8 લાખના દાગીના અને 7 લાખની રોકડ લઈને ફરાર:
જ્યારે કેટલાક દિવસ બંને પરત ન આવી ત્યારે સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. દર વખતે આવવા માટેની ફક્ત વાતો જ કરતી રહી હતી. જ્યારે ઘરવાળાને આશંકા ગઈ તો રૂમમાં તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે, બંને બહેનો ઘરના ઘરેણાં તેમજ 7 લાખની રોકડ રકમ સમેટીને ભાગી ગઈ છે.
ફેસબુક દ્વારા જાણ થઈ કે લગ્ન કરી ચૂકી હતી નંદની અને રિંકી:
ઘણીવાર બોલાવવા છતાં જ્યારે બંને ન આવતાં તેમનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે, બંનેએ અગાઉથી જ લગ્ન કરી લીધેલા છે. નંદનીને તો એક બાળક પણ છે તેમજ તેની ફેસબુક ID નંદની પ્રજાપતિ તથા ટીના યાદવના નામે છે.
જ્યારે રિંકી મિત્તલનું ફેસબુક ID રિંકી પ્રજાપતિના નામે છે. સંદીપ મિત્તલનું ID સંદીપ શર્મા તથા ભાભી રીના મિત્તલનું ID રીના ચંદેલ તેમજ બીજા ભાઈ આકાશ મિત્તલનું ID આકાશ મરાઠીના નામેથી મળ્યા છે. આની સાથે જ ઉજ્જૈનમાં બંને દુલ્હનની સાથે તેમનાં સાથી લગ્નના નામે દગો દેવાની ફરિયાદ નોંધવામાં આવી છે.
પોતાને ગરીબ જણાવીને પડાવી ચૂક્યા હતા 7 લાખ રૂપિયા:
પીડિત વેપારી જણાવે છે કે, લગ્ન ઈન્દોર રહેવાસી બાબુલાલ જૈને કરાવ્યા હતા. વર્ષ 2012માં પૂર આવવાને લીધે નંદની તેમજ રિંકીના પિતાનું નિધન થઈ ચૂક્યું છે તેમજ પરિવાર ગરીબ છે. આની માટે બંને બાજુના લગ્નનો ખર્ચ ઉપાડતાં અમે તેમને 7 લાખ રૂપિયા રોકડ આપ્યા હતા. પોલીસે રિંકી, નંદની, આકાશ, સંદીપ, રીના તથા બાબુલાલ જૈન સને ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.