હાલમાં સુરત જિલ્લાના કીમ પાસે ડમ્પર ફૂટપાથ પર સૂતેલા લોકો પર ચડી ગયો હતો તે ઘટનાની શાહી હજુ સૂકાઈ નથી ત્યારે ફરીવાર સુરત શહેરમાં પુણા વિસ્તારમાં લક્ઝરી બસ ડિવાઈડર પર સૂતેલ વ્યક્તિ પર ચડી ગઈ હતી. આ દરમિયાન એકનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બસ નીચે ફસાયેલા વ્યક્તિને બહાર કાઢવાની ફાયર વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.
સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલા ગંગા હોટલ પાસે લક્ઝરી બસનો અકસ્માત સર્જાયો હતો. લાલ દરવાજા તરફથી આવતી ઓમ સાંઈ રામ લક્ઝરી બસ પુણાથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેથી બસે ડિવાઈડર પર સૂતેલા લોકોને અડફેટે લીધા હતા. જે પૈકી એકનું બસના ટાયરની નીચે આવી જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ દરમિયાન બસ મૂકીને ડ્રાઈવર ભાગી ગયો હતો.
બસ ડિવાઈડર પર સૂતેલા ચડી જતા એક વ્યક્તિ બસના આગળના ટાયર નીચે ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ ફાયર વિભાગ દ્વારા બસના ટાયરની નીચે ફસાયેલાને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.
બસ અકસ્માતની જાણ થતા પોલીસ ટીમ પણ ઘટના સ્થળે ન્પહોચી હતી. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે બસના ભાગી ગયેલા ડ્રાઈવરને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સાથે મૃતકની ઓળખ કરવાની તપાસ પણ શરુ છે.
22 દિવસ પહેલા કિમ-માંડવી રોડ પર આવેલા પાલોદગામ નજીક ફૂટપાથ પર સુતેલા શ્રમજીવી પરિવાર પર ડમ્પર ફરી વળતાં 12 લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મૃત્યુ નીપજ્યાં હતાં, જ્યારે 8ને ગંભીર હાલતમાં સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 3નું સારવાર દરમિયાન જ મોત નીપજતાં કુલ મૃતાંક 15 પર પહોંચ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle