ટાયર ફાટતા સર્જાયો ગંભીર અક્સ્માત- બે મહિલાના મોત અને 20 થી વધુ ઘાયલ

હિંમતનગર(ગુજરાત): રવિવારની રાત્રે દરમિયાન 1 વાગ્યાની આસપાસ હિંમતનગર ઇડર હાઈવે પર વક્તાપુર જૈન મંદિર આગળના વળાંકમાં રાજસ્થાન પાસિંગની 50 જેટલા પેસેન્જર ભરેલ લક્ઝરી બસનું આગળનું…

હિંમતનગર(ગુજરાત): રવિવારની રાત્રે દરમિયાન 1 વાગ્યાની આસપાસ હિંમતનગર ઇડર હાઈવે પર વક્તાપુર જૈન મંદિર આગળના વળાંકમાં રાજસ્થાન પાસિંગની 50 જેટલા પેસેન્જર ભરેલ લક્ઝરી બસનું આગળનું ટાયર ફાટતાં પલટી જતાં ગંભીર અકસ્માત સર્જાતા એક મહિલાનું ઘટનાસ્થળે તથા બીજી મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઉપરાંત 20 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને 108 દ્વારા હિંમતનગર સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, રવિવારની રાત્રી દરમિયાન વક્તાપુર જૈન મંદિરના વળાંકમાં રાત્રે 1 વાગ્યાની આસપાસ ઈડરથી હિંમતનગર તરફથી આવતી આરજે-43-પીએ-0605 નંબરની લક્ઝરીનું આગળનું ટાયર ફાટતાં બસ પલટી ખાઇ ગઇ હતી. અકસ્માતની જાણ થતાં રૂરલ પીએસઆઇ પિનલ ચૌધરી જાદર પોલીસ, ઇડર પીએસઆઇ વાય.એમ. પટેલ ઘટના સ્થળે પહોચી ગયા હતા અને બચાવ અંગેની કામગીરી હાથ ધરી હતી. પોલીસને મુસાફરોને બહાર કાઢવા માટે પતરૂ તોડવું પડ્યું હતુ. બચાવ કામગીરી દરમિયાન પીએસઆઈ વાય.એમ પટેલને હાથ પર ઈજા પણ પહોચી હતી.

મળતી માહિતી અનુસાર, શારદાકુવર ચંપાલાલ રાજપુરોહિત અને જમકુબેન ઉર્ફે જમુબેન ભવરલાલ રાજપુરોહિતને ગંભીર ઈજાઓ પહોચતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. ત્યારબાદ દક્ષાબેન રમેશભાઇ પારેખ, મોહનલાલ મોતીજી મેઘવાલ, સંગીતાબેન ઉતમસિંહ રાજપુરોહિત, સેતાનસિંહ ચોપજી રાજપુરોહિત, નિલેષકુમાર ભલારામ કન્નારામ મેઘવાઇ, સહિત અન્ય 15 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *