મેડમ ભણાવી રહ્યા હતા ફિઝિક્સ અને ઉટાંગ વિદ્યાર્થીએ પોટલીમાંથી સાપ કાઢી ફેંક્યો ક્લાસમાં

Classroom viral video: સોશિયલ મીડિયા પર એક વિડિયો અપલોડ કર્યાની સાથે જ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈ પબ્લિક પણ ભડકી ગઈ છે. વાયરલ ફૂટેજ કોઈ સ્કૂલમાં રેકોર્ડ કરવામાં આવેલી છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે મેડમ ક્લાસમાં ફીજીક્સ ભણાવી રહી હતી, એ દરમિયાન (Classroom viral video) એક વિદ્યાર્થીએ પોટલીમાંથી એક સાપ કાઢી ક્લાસરૂમમાં છોડી દીધો હતો.

વાયરલ થઈ રહેલ વિડીયો ખરેખર ખૂબ ચૌકાવનારો અને ખતરનાક છે. તેમાં બતાવવામાં આવ્યું છે કે કઈ રીતે એક વિદ્યાર્થી સાપ લઈ શાળાએ પહોંચ્યો અને પછી ક્લાસરૂમમાં જ તેને બહાર કાઢી રમવાનું શરૂ કરી દીધું.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે સાપ વારંવાર વિદ્યાર્થીના અંગૂઠા પર હુમલો કરે છે, પરંતુ વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારનો ડર નથી લાગી રહ્યો અને તે સાપ સાથે રમવાનું શરૂ રાખે છે. ત્યારબાદ જમીન પર સૂતેલા એક અન્ય વિદ્યાર્થી પર તે પોટલીમાંથી બીજો એક છાપ કાઢી તેની ઉપર ફેંકી દે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે ત્યારે શિક્ષક પણ ક્લાસમાં હાજર હતા, પરંતુ તેને આ વાતની કઈ જ ખબર ન હતી. આ ઉપરાંત બે બીજા વિદ્યાર્થીઓને આ વિદ્યાર્થીની આ હરકત વિશે ખબર હતી, પરંતુ તેઓ પણ ચૂપચાપ બેસી જોઈ રહ્યા હતા. આ વિડીયો પાછળ બેઠેલી એક છોકરી રેકોર્ડ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by ._. <3 (@_aa_okkati_adakku_)

આમ તો ઘણા લોકોનો દાવો છે કે જે સાપને વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર ફેંક્યો તે નકલી હતો. મામલો ગમે તે હોય પરંતુ એક વાત તો નક્કી છે કે આ છોકરો સાપ લઈને આવ્યો હતો. કેટલાક લોકો એ તેને હલકા ફુલકા અંદાજમાં લીધો તેમજ મોટાભાગના લોકો વિદ્યાર્થીની આ હરકત પર ભડકેલા છે.

આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ instagram પર શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં હજારો લોકો તેને લાઈક કરી ચૂક્યા છે તેમજ ઘણા લોકોએ કમેન્ટ પણ કરી છે. એક વ્યક્તિએ લખ્યું કે બેકબેંચર વાળી હરકત, પરંતુ આ થોડું વધારે થઈ ગયું છે. બીજા વ્યક્તિએ લખ્યું કે સાપ કોઈ રમવાનું રમકડું નથી. અને તે લખ્યું કે ડોન્ટ વરી આ એક પ્રેંક હતો.