ગાડીમાં કિંમતી વસ્તુઓ મુકીને જતા લોકો માટે લાલબતી સમાન કિસ્સો- અમદાવાદના યુવક સાથે જે થયું તે જાણીને…

હાલ અમદાવાદ શહેરમાં ગાડીના કાચ તોડીને કિંમતી વસ્તુઓ તેમજ રોકડ રકમની ચોરી કરતી ગેંગનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન આ પ્રકારના અનેક બનાવો સામે આવ્યા છે જેમાં ચાંદખેડા વિસ્તારમાં ફોરેસ્ટ ઓફિસરને ગાડીમાં લેપટોપ અને રોકડા સાડા પાંચ લાખ રૂપિયા મૂકીને મિત્ર સાથે શૉપિંગ કરવા જવું માથે પડ્યું છે.

મહીસાગર ખાતે ફોરેસ્ટ ઓફિસર તરીકે નોકરી કરતા દિગ્વિજયસિંહ સોલંકી ગઈકાલે જ તેમની પત્ની અને સહકર્મચારી સાવનભાઈ સાથે ગાડી લઇને તેમના ગામ સાંતેજ ગયા હતા. ત્યાંથી બેંક ઓફ ઇન્ડિયામાંથી રૂપિયા 5 લાખ 50 હજાર ઉપડ્યા હતા.

આ પૈસા લઈને તેઓ તેમના મિત્રને મળવા માટે થોળ પક્ષી અભ્યારણ ગયા હતા અને બાદમાં તેમના પત્નીને પિયરમાં મૂકવા માટે રાણીપ પોલીસ લાઈન પર ગયા હતા. ત્યાંથી તેમના મિત્ર સાવનભાઇને ખરીદી કરવાની હોવાથી બંને ગાડી લઈને વિસત ગાંધીનગર રોડ પર આવેલ ડી-કેથલોન શૉરૂમમાં ગયા હતા.

આ દરમિયાન તેમણે તેમની ગાડી ડી-કેથલોન શૉરૂમના આગળના ભાગે કમ્પાઉન્ડમાં પાર્ક કરી હતી. જાણવા મળ્યું છે કે, કારમાં એક લેપટોપ, રૂપિયા 5 લાખ 50 હજાર રોકડા અને ચેકબુક પણ હતી. ખરીદી કરીને પરત આવીને જોતા તેમની ગાડીનો કાચ તૂટેલા હતો અને ગાડીમાંથી રોકડા, લેપટોપ અને ચેકબૂક ગાયબ થઈ ગયા હતા. આ અંગેની જાણ પોલીસને કરતા પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાના હાલ ચાલી રહેલા બજેટ સત્રમાં સરકારે લેખિત જવાબમાં જણાવ્યું છે કે, રાજ્યમાં દરરોજ સરેરાશ 2 કરતા વધુ લૂંટની ઘટના બને છે. આ ઉપરાંત આ રાજ્યમાં દરરોજ અપહરણની સાતથી વધારે ઘટના બને છે. આ ઉપરાંત રાજ્યમાં દરરોજ આત્મહત્યાના 20 બનાવ બને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *