સોલા સિવિલમાં બાળકના સ્થાને બાળકી મૂકી હોવાનો હોબાળો- મામલો પહોચ્યો પોલીસ પાસે…

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. નવજાત બાળક બદલાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેમાં તબીબો દ્વારા પ્રથમ દિકરાનો જન્મ થયો હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ થોડીવારમાં દિકરીનો જન્મ થયો હોવાનું કહેતા હોબાળો મચી જવા પામ્યો હતો.

આ કેસની વિગત એવી છે કે ઓગણજ ગામમાં વીરકૃપા સોસાયટીમાં રહેતા દશરથભાઇ ભગવાનભાઇ સાધુએ સોલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી છે કે તેમની દિકરીને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં ગુરુવારે રાતે  ૯.૧૫ વાગે ફરિયાદીની દિકરીએ બાળકને જન્મ આપ્યો હતો. જેથી તેઓએ બાળકનો ફોટો માટે ડોક્ટરેને વાત કરી હતી.

ડોક્ટરે ફોટો પાડવાની ના પાડીને પછી બોલાવીશું તેમ કહ્યું હતુ. ત્યારબાદ પોણા કલાક બાદ ફરજ પરના ડોક્ટરે  દિકરીનો જન્મ થયો હોવાનું કહ્યું હતું. જેને લઇને પરિવારજનોએ  બાળક બદલી હોવાની શંકા વ્યક્ત કરીને હોબાળો મચાવ્યો હતો અને પોલીસ કન્ટ્રોલમાં ફોેન કર્યો હતો.  સોલા પોલીસે સિવિલ હોસ્પિટલ સામે ગુનો નોધીને સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે. બીજી તરફ હોસ્પિટલ દ્વારા માતા-અને દિકરીનો ડીએનએ સેમ્પલ લઇને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *