દેશનું રાષ્ટ્રીય ગીત સામાન્ય રીતે બધા લોકોને યાદ નહીં હોય પરંતુ અમુક એવા ભારતીયો હશે જેઓને ભારત સિવાય અન્ય કોઈ દેશના રાષ્ટ્રગીત પણ મોઢે હોય છે. ત્યારે વડોદરા શહેરના કલાલી રોડ પર રહેતા અથર્વ મૂળેને વિશ્વના 91 દેશોના રાષ્ટ્રગીત મોઢે છે તેનો અર્થ પણ તે જાણે છે. આ સિદ્ધિ બદલ અથર્વ મૂળેને ઇન્ડિયા બુક ઓફ રેકોડમાં પણ સ્થાન મળ્યું છે
વડોદરાના કલાલી રોડ પર રહેતો અને શહેરની કોલેજમાં અભ્યાસ કરતો અથર્વ અમિતભાઇ મૂળે દુનિયાના 91 દેશોના રાષ્ટ્રગીત મોઢે ગાઈ શકે છે અને તે તમામ રાષ્ટ્ગીતના અર્થને પણ તે જાણે છે. પાંચ વર્ષ પહેલા માત્ર જિજ્ઞાસાવશ ઈન્ટરનેટ પર ભારતના રાષ્ટ્રગીતના વિવિધ અંતરા શોધવાનો પ્રયાસ કર્યો હતો અને આ દરમ્યાન દેશ ના પ્રસિદ્ધ ગાયકના કંઠે ગવાયેલું દેશનું રાષ્ટ્ગીત જન ગણ મન તેને સાંભળ્યું હતું.
આ ગીત સાંભળ્યા બાદ અથર્વ મૂળેએ ઈન્ટરનેટ પર જ પાકિસ્તાનનું રાષ્ટ્ગીત પણ તેને સાંભળ્યું હતું અને ત્યાર બાદ અનેક દેશના રાષ્ટ્ગીત કેવા હશે, કેવી રીતે ગવાતાં હશે અને તેનો અર્થ શુ હશે તે અંગેનો અભ્યાસ શરુ કર્યો હતો. આજે અથર્વની જિજ્ઞાશાને કારણે તે દુનિયાના 91 જેટલા દેશોના રાષ્ટ્રગીતને મોઢે કરી શક્યો છે.
અથર્વ જે દેશોના રાષ્ટ્ર ગીત શીખ્યો છે તે તમામ રાષ્ટ્રગીતોનો સમય પણ જુદો જુદો છે. જેમ.કે સાઉદી અરેબિયાનું નેશનલ એંથમ માત્ર 24 સેકન્ડનું જ છે જ્યારે ઇરાકનું નેશનલ એંથમ સૌથી વધુ સેકન્ડ એટલે કે 134 સેકન્ડનું છે. અથર્વને આફ્રિકાના સાત, એશિયન દેશોના ઓગણત્રીશ, ઓસ્ટ્રેલિયાનું એક તો એક યુરોપિયન અને બે નોર્થ અમેરિકાના રાષ્ટ્રગીતો મોઢે છે. આ ઉપરાંત તે નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા સહિત ભારતના પાડોશી દેશોના રાષ્ટ્ર ગીત ગાઈ શકે છે.
અથર્વ વિશ્વના અન્ય જે બાકી રહી ગયા છે તેવા દેશોના રાષ્ટ્રગીતો શીખવા માટે હાલ પ્રયાસ કરી રહ્યો છે. અથર્વને દેશનું રાષ્ટ્રગીત અન્ય ભાષામાં પણ આવડે છે જેમાં એરેબિક ભાષામાં ભારતનું રાષ્ટ્રગીતને ગાઈ શકવાની ખૂબી વિશેષ છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં ગુજરાત સહિત અન્ય ચાર રાજ્યોના રાજ્ય ગીત તેને મોઢે કરી લીધા છે.
અથર્વના માતા પિતા તેના આ ટેલેન્ટને લઈને ખૂબ જ ગૌરવ અનુભવે છે. અથર્વ જ્યાં રહે છે તે વિસ્તારમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓમાં અથર્વ એ એક સેલિબ્રેટી સમાન છે. અથર્વ એક માત્ર દેશનો એવો વિદ્યાર્થી છે કે, જેને વિશ્વના અનેક દેશોના રાષ્ટ્રગીત મોઢે આવડતા હશે. મહત્વનું છે તે આ રાષ્ટ્રગીતો મોઢે તો ગાઈ શકે છે પરંતુ જે તે દેશના રાષ્ટ્રગીતને તેની મૂળ ભાષામાં અને ત્યાના સુર અને લય માં રજુ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.