હાલમાં યુવતીની છેડતીની ઘટનાઓ ઘણી વધી રહી છે. તે દરમિયાન ધમતરીમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં બે યુવતીઓ મંદિરથી ઘર તરફ પરત ફરી રહી હતી તે દરમિયાન એક યુવક દ્વારા બંનેની છેડતી કરાઈ હતી. જેના કારણે યુવતીને ગુસ્સો આવતા સેન્ડલ વડે યુવકની પીટાઈ કરી હતી.
મળતી માહિતી મુજબ, મહિલા તેના મિત્ર સાથે 2 જાન્યુઆરીએ મંદિરમાં પૂજા કરવા ગઈ હતી. તે તેની મિત્ર સાથે પૂજા કરીને પરત ફરી રહી હતી તે દરમિયાન સોનામગરનો રહેવાસી વિનોદ સાહુએ બંનેને ફસાવવાનું શરૂ કર્યું હતું.
મળતી માહિતી મુજબ, મહિલા તેના મિત્ર સાથે 2 જાન્યુઆરીએ મંદિરમાં પૂજા કરવા ગઈ હતી. તેણી તેની મિત્ર સાથે પૂજા કરીને પરત ફરી રહી હતી કે સોનામગરનો યુવાન વિનોદ સાહુએ બંનેની છેડતી કરી હતી. જ્યારે બંનેએ તેનો વિરોધ કર્યો ત્યારે તેણે તેઓને અપશબ્દો આપવાનું શરૂ કર્યું અને રસ્તો પણ બંધ કરી દીધો. જે બાદ યુવતીએ સેન્ડલ ઉતારીને માર મારવાનું શરૂ કરી દીધું હતું.
આ દરમિયાન આસપાસના લોકો પણ ત્યાં એકઠા થયા હતા અને તેઓએ વિનોદને માર મારવાનું પણ શરૂ કર્યું હતું. આ દરમિયાન માહિતી મળતાંની સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ધામતરી એસપી બી.પી. રાજભાનુએ જણાવ્યું કે, મહિલાએ યુવકને માર મારીને જાગૃતિ આપી છે. જો યુવતી ફરિયાદ કરશે તો યુવક સામે કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle