જે પુત્રને તેના પિતા ખુબ જ લાડ પ્યારથી એમ વિચારીને મોટા કરતા હોય છે કે, તેનો પુત્ર મોટો થઈને વૃધાવ્સ્થામાં તેમનો સાથ આપશે. તે જ પુત્ર તેમને વૃદ્ધાવસ્થામાં ઠોકર ખાવાની ફરજ પાડે છે. રાયસેનથી કલયુગી પુત્ર અને ગરીબ પિતાનો આવો જ કિસ્સો સામે આવ્યો છે. જ્યારે 70 વર્ષિય હાફિઝ મસૂદ પાસે શહેરમાં 12 એકર જમીન અને એક પાકું મકાન છે છતાં તેના પુત્રએ તેને કડકડતી ઠંડીમાં ખુલ્લા આકાશની નીચે છોડી દીધા છે. શુક્રવારે આ મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તેની પુત્રીએ તેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
હાફિઝ મસૂદને ત્રણ પુત્રો છે. આમાંનો એક પુત્ર નઝીર, જે લગભગ 15 વર્ષ પહેલા અજમેરથી ગુમ થયો હતો. બીજા પુત્ર જાવેદનું પણ આશરે 14 વર્ષ પહેલા કોઈક બીમારીના કારણે મૃત્યુ થયું હતું. હાફિઝ મસૂદના ત્રીજા દીકરા, જે ભૈયા તરીકે પ્રખ્યાત છે, તેણે હાફિઝ મસૂદને બેઘર બનાવ્યો.
હોસ્પિટલમાં દાખલ હાફિઝ મસૂદ કહે છે કે, તે છોકરાની હરકતોને કારણે નારાજ છે. છોકરો અને પત્ની તેમને ઘરમાં રાખતા નથી, પરંતુ અલગ રહેવાનું કહે છે. અંતમાં, તેમણે કહ્યું કે હવે તો સારી જોન્દગી મળી જાય અથવા મોત, પરંતુ તે ઘરે જવા માંગતો નથી.
આજે હાફિઝ મસૂદને કડકડતી શિયાળામાં સૂવાની ફરજ પડી છે. હાફિઝ મસૂદની હાલત ખૂબ જ નાજુક તબક્કે પહોંચી ગઈ છે. સ્થાનિક રહેવાસીઓ કહે છે કે, જ્યારે અમે તેમના દીકરા પાસે ગયા ત્યારે તેણે સ્પષ્ટ રીતે તેના પિતા હાફિઝ મસૂદને સાથે રાખવાની ના પાડી દીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle