મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના ધાર જિલ્લામાંથી લાંચ લેતી નર્સનો વીડિયો પ્રકાશમાં આવ્યો છે. અહીં ગર્ભવતી મહિલા પાસેથી ડિલિવરી કરાવ્યા પહેલા બે હજાર રૂપિયા માંગવામાં આવ્યા હતા. પછી તેની પાસેથી 600 રૂપિયા લેવામાં આવ્યા, ત્યારબાદ આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયો સામે આવ્યા બાદ વરિષ્ઠ અધિકારીઓએ તપાસ હાથ ધરી છે.
અહીં ધાર જિલ્લાના કુંજરોડની રહેવાસી મહિલાને ડિલિવરી માટે સરકારી આરોગ્ય કેન્દ્ર બાગરીમાં દાખલ કરવામાં આવી હતી. અહીં તે મહિલાની નોર્મલ ડિલિવરી થઇ હતી, પરંતુ આરોગ્ય કર્મચારી સવિતા ચૌહાણે મહિલાના પરિવાર પાસે બે હજાર રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ તેઓ ગરીબ છે અને પૈસા આપી શકે તેમ નથી તેથી તેઓએ પૈસા આપવાનો ઇનકાર કર્યો.
ગરીબીનું કારણ આપતા મહિલાના પરિવારના સભ્યોએ નર્સને પૈસા આપવાની ના પાડી હતી. મહિલા અને તેના પરિવારને પૈસા માટે ત્રાસ આપવામાં આવ્યો હતો, અંતે મહિલાનો પતિ 600 રૂપિયા લઈને હોસ્પિટલ પહોંચ્યો. ત્યાં હાજર લોકોએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો, અને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો.
આ વાયરલ વીડિયોમાં નર્સ સવિતા મહિલાના પતિને કહેતી જોવા મળે છે કે, જો તેઓએ પ્રાઇવેટ ડિલિવરી કરાવી હોત તો 25 થી 30 હજાર રૂપિયાનો ખર્ચ થવા પાત્ર હતો પરંતુ મહિલાની નોર્મલ ડિલિવરી થઇ હતી. રાજ્ય સરકાર પાસેથી પગાર લેવા છતાં નર્સ દ્વારા આવું કામ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર મામલે સીએમએચઓ ડો.જીતેન્દ્ર ચૌધરીએ જણાવ્યું કે,BMO ચમનદીપ અરોરાને તપાસના નિર્દેશીત કરવામાં આવે છે. આ વાયરલ વિડીયોની હકીકત જાણ્યા બાદ આ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવશે.
મહિલાના પતિ રાહુલ સોલંકીએ જણાવ્યું કે, એક દિવસ પહેલા પત્નીને પ્રસૂતિ પીડા બાદ બગરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ અહીં ડિલિવરી કરાવવા માટે તેમની પાસેથી 2000 રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. ગરીબીને કારણે પૈસા નહોતા, પણ ડિલિવરી પછી પણ તેને 600 રૂપિયા ચૂકવવા પડ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.