છેલ્લા 84 કલાકથી બોરવેલમાં ફસાયેલા છ વર્ષના તન્મયનું મૃત્યુ થયું છે. કલાકોથી જહેમત કરી રહેલી વિવિધ ટીમો બાળકનો જીવ બચાવવામાં નિષ્ફળ રહી. 84 કલાક બાદ બાળકનો મૃતદેહ મળ્યો હતો. મધ્યપ્રદેશના બેતુલમાં છેલ્લા 84 કલાકથી 400 મીટર ઊંડા બોરવેલમાં છ વર્ષનો તન્વય જીવન અને મોત વચ્ચેની લડત લડી રહ્યો હતો. અને આજે જિંદગીની જંગ હારી છ વર્ષીય તન્મયે બોરવેલમાં જ દમ તોડી દીધો હતો.
મળતી માહિતી અનુસાર 400 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલા તન્વયને 84 કલાક બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. રેસ્ક્યુ ટીમ સવારના 03:00 વાગ્યાની આસપાસ બાળકની નજીક પહોંચી હતી. ત્યાર પછી બે કલાક બાદ એટલે કે સવારે પાંચ વાગ્યે તન્વયના મૃતદેહને બહાર કાઢ્યો હતો. અને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જાણવા મળ્યું છે કે તન્વયનું મોત પહેલા જ થઈ ગયું હતું. બોરમાં પાણી હોવાથી બાળકની લાશ પણ સડી ગઈ હતી. પાંચ પાંચ તબીબો ની ટીમે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યું અને ત્યારબાદ પરિવારજનોને સોંપી દીધો.
તન્મયના કાકા રાજેશભાઈએ કહ્યું કે, માંડવી ગામમાં તાપ્તીઘાટ પર તન્વયના અંતિમ સંસ્કાર થશે. અમારા માટે ખૂબ જ દુઃખના સમાચાર છે. અમે વિચાર્યું હતું કે તન્મય જીવતો બહાર આવશે, પરંતુ ટીમની દિન રાતની મહેનત છતાં તન્મયનો જીવ બચી શક્યો નથી. જો તે દિવસે અમારી પાસે તેને બહાર કાઢવાના સાધનો હોત તો આજે તન્મય જીવતો હોત. પરંતુ થોડું મોડું થયું અને તન્મયનો જીવ ગયો.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું કે, જ્યારે બાળકનો મૃતદેહ મળ્યો ત્યારે તેની પાંસળીઓમાં ઈજા હતી સાથે જ છાતીમાં ઇન્ફેક્શન થઈ ગયું હતું. અધિકારીઓએ જણાવ્યું છે કે મૃતક બાળકના પરિવારજનોને સહાય આપવામાં આવશે. કલેક્ટર એ જણાવતા કહ્યું કે, બાળક જે બોરવેલ માં ફસાયો તે 400 ફૂટ ઊંડો હતો, અને આ બાળક 39 ફૂટની ઊંડાઈએ ફસાયું હતું. રેસ્ક્યુટિમે 44 ફૂટ ઊંડો ખાડો ખોદયો હતો ત્યાર પછી નવ ફૂટની આડી ટનલ ખોદવામાં આવી હતી.
રેસ્ક્યુમાં NDRF અને DSRFના 61 જવાન લાગ્યા હતા કામે…
રેસ્ક્યુ ઓપરેશનની કમાન સંભાળી રહેલા એસઆર આઝમીએ જણાવ્યું કે, 400 ફૂટ ઊંડા બોરવેલ માં તન્મય 39 ફૂટે ફસાયો હતો. બાળકને બચાવવા 44 ફૂટ ઊંડો ખાડો ખોદ્યો હતો, અને પછી જ્યાં બાળક હતો ત્યાં નવ ફૂટ આડી ટનલ ખોદી હતી. આ બધું કરવામાં NDRF અને DSRF ના 61 જવાનોની મહેનત લાગી હતી.
બાળકને બચાવવા આજુબાજુના ગામના લોકો પણ દિન રાત હાજર રહ્યા
તમને જણાવી દઈએ કે ઘટના સ્થળ માંડવી ગામની સાથે સાથે આજુબાજુના ગામડાના લોકો પણ બાળકને બચાવવા રેસ્ક્યું ટીમની મદદે હતા. 200 થી વધારે લોકો છ વર્ષે બાળકને બચાવવા દિન રાત મહેનત કરી રહ્યા હતા. આ દરેક લોકોની એક જ ઈચ્છા હતી કે તન્મય ફરીથી હસતો ખેલતો દેખાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.