હાલમાં પતિ-પત્નીનાં અજોડ પ્રેમની એક એવી ઘટના સામે આવી રહી છે કે, જેને જાણીને તમને સ્તબ્ધ થઈ જશો. હાલમાં એક એવી ઘટના સામે આવી છે કે, જેને જાણીને કઠણ કાળજાની વ્યક્તિનું પણ હ્રદય હચમચી ઉઠે. પતિ પત્નીના અમર પ્રેમનું જીવંત ઉદાહરણ જોવા મળ્યું હતું.
પતિ જે આંગણામાં પત્નીને પરણીને લાવ્યો હતો તે જ આંગણેથી બંનેની અર્થી પણ એકસાથે જ નીકળી હતી તેમજ બંને એકસાથે તેમની ચિતાને મુખાગ્નિ આપવામાં આવી હતી. આ દરમિયાન ત્યાં હાજર તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.
વાત જાણે એમ છે કે, 85 વર્ષીય શંકર ધોબીનું રવિવારે મોત નિપજ્યું હતું. જયારે તેમની પત્ની વસંતીબાઈ બોલી શકતા ન હતા. જ્યારે તેમના પુત્રએ ઈશારામાં વાત જણાવી કે, તેમના પતિ હવે આ દુનિયામાં નથી ત્યારે જાણ થતાની સાથે જ ફક્ત 2 કલાકમાં તેમનું પણ મોત નિપજ્યું હતું.
એક સાથે ઉઠી અર્થી :
વૃદ્ધ દંપત્તિના પુત્ર બદ્રીલાલે કહ્યું હતું કે, જ્યારે તેમણે માતાને પિતાજીના મોત વિશે જણાવ્યું તો તેઓ સાંભળતાની સાથે જ રોવા લાગ્યા હતા. આ દરમિયાન તેમની પાસે ઘરની કેટલીક મહિલાઓ બેઠી હતી પણ 2 કલાક પછી અચાનક તેઓ સૂઈ ગયા તો ઉઠ્યા જ નહીં.
જ્યારે પાસે બેઠેલ મહિલાઓએ તેમને ઉઠાડવાનો પ્રયાસ કર્યો તો ત્યારે તેમનું મોત થઈ ચૂક્યું હતું. ત્યારપછી શંકર તથા તેમના પત્ની વસંતીબાઈની અર્થી એક સાથે ઉઠી હતી, બંનેની ચિતા એક સાથે સળગાવવામાં આવી હતી.
બંનેએ એકબીજાને ક્યારેય એકલા મૂક્યા ન હતા :
શંકરના પુત્રએ કહ્યું હતું કે, ઉમરના આ પડાવમાં પણ તેમના માતા પિતા ક્યારેય એકબીજા વિના રહ્યા ન હતા. પુત્રોનું જણાવવું હતું કે, કોઈ પણ કાર્યક્રમમાં અથવા તો ક્યાંય પણ જવાનું હોય તો માતા પિતા આ ઉંમરે પણ સાથે જ રહેતા હતા. બંને એક સાથે જ જતા હતા. આવા સમયમાં તેમણે પોતાની અંતિમ સફર પણ એક સાથે જ કરી હતી.
આખું ગામ ઉમટી પડ્યું અંતિમયાત્રામાં :
શંકર તથા તેમના પત્નીની અંતિમયાત્રામાં આખુ ગામ સામેલ થયું હતું. બંનેએ જે પ્રકારે પ્રાણ છોડ્યા તેના અંગે સમગ્ર વિસ્તારમાં ચર્ચા થઈ રહી છે. બંનેના પાર્થિવ શરીર પર શ્રદ્ધા સુમન અર્પણ કરીને ગામલોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. આ ઘટના મધ્ય પ્રદેશના નીમચ જિલ્લામાં આવેલ જાવદ તહસીલના ગોઠા ગામમાંથી સામે આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle